અમ્પાયરને બોલ વાગતા પૂર્વ પાકિસ્તાની ખેલાડીએ કરી અશોભનીય ટીપ્પણી! સોશિયલ મીડિયા પર ટીકા

દુબઈ: એશિયા કપ 2025 માં પાકિસ્તાને વધુ એક વિવાદ ઉભો કર્યો છે, ગઈ કાલે પાકિસ્તાન અને યુએઈ વચ્ચે રમાયેલી મેચ દરમિયાન પાકિસ્તાનના વિકેટકીપરે થ્રો કરેલો બોલ અમ્પાયરના માથા પર વાગ્યો હતો. ઈજાને કારણે અમ્પાયરને મેદાન છોડવું પડ્યું હતું, દેખીતી રીતે જ તેમને દુખાવો થઇ રહ્યો હતો. આ સમયે કોમેન્ટ્રી કરી રહેલ ભૂતપૂર્વ પાકિસ્તાની ક્રિકેટર વસીમ અકરમે અશોભનીય કમેન્ટ કરી હતી, જેને કારણે તેમની ટીકા કરવામાં આવી રહી છે.
A powerful display with the ball from Pakistan to breeze past UAE at Asia Cup 2025 #UAEvPAK https://t.co/Hob0KRTBlt pic.twitter.com/mE2kEAnFMW
— ICC (@ICC) September 17, 2025
UAE બેટિંગ કરી રહી હતી ત્યારે છઠ્ઠી ઓવરમાં પાકિસ્તાનના વિકેટકીપર મોહમ્મદ હેરિસે બોલર સાઈમ અયુબને પાસ કરવા માટે ફેંકેલો બોલ અમ્પાયર રુચિરા પલ્લીયાગુરુગેના માથા પર વાગ્યો હતો. મેદાન પર રહેલા પાકિસ્તાનીઓ ખેલાડી તેમની પાસે દોડી ગયા. પાકિસ્તાન ટીમના ફિઝિયો આવ્યા અને કન્કશન ટેસ્ટ કરવામાં આવ્યો, ત્યાર બાદ અમ્પાયર રુચિરા પલ્લીયાગુરુગેને મેદાન છોડવાની ફરજ પડી.

આ ઘટના બની ત્યારે પાકિસ્તાનના ભૂતપૂર્વપા ક્રિકેટર વસીમ અકરમ કોમેન્ટરી કરી રહ્યા હતા. તેમણે કહ્યું, “બોલ સીધો અમ્પાયરના માથા પર વાગ્યો. શું થ્રો! બુલ્સ આઈ (સચોટ નિશાન).”
આવી કમેન્ટ કરવા બદલ ક્રિકટ ચાહકો વસીમ અકરમ સામે રોષ ઠાલવી રહ્યા છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, લોકો વસીમ અકરમની ટીકા કરી રહ્યા છે. લોકો કહી રહ્યા છે કે એક વરિષ્ઠ ક્રિકેટરે આવું ન બોલવું જોઈએ.
આપણ વાંચો: પાકિસ્તાન જીત્યું, રવિવારે ફરી ભારત સાથે ટકરાવું પડશે