IND vs PAK: હારીસ રૌફે ભારતીય દર્શકો તરફ કર્યો '6-0'નો ઈશારો; રાફેલ ફાઈટર જેટ સાથે શું છે કનેક્શન? | મુંબઈ સમાચાર
T20 એશિયા કપ 2025

IND vs PAK: હારીસ રૌફે ભારતીય દર્શકો તરફ કર્યો ‘6-0’નો ઈશારો; રાફેલ ફાઈટર જેટ સાથે શું છે કનેક્શન?

દુબઈ: પહલગામ હુમલા અને ઓપરેશન સિંદૂર બાદ ભારત અને પાકિસ્તાનની ક્રિકેટ ટીમ પહેલી વાર એશિયા કપ 2025માં આમને સામને આવી (IND vs PAK Asia Cup 2025) હતી. ગ્રુપ સ્ટેજની મેચ વિવાદોથી ભરેલી રહી, બીજી મેચ દરમિયાન પણ હાઈ વોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો. મેચ દરમિયાન પાકિસ્તાનનાં ફાસ્ટ બોલર હરિસ રૌફે કેટલીક ઉશ્કેરણીજનક હરકતો (Haris Rauf Gestures) કરી હતી. રૌફે ભારતના ઓપનર અભિષેક શર્મા સાથે બોલચાલ કરી હતી, ત્યાર બાદ બાઉન્ડ્રી રોપ પાસે ફિલ્ડીંગ કરતી વખતે ભારતીય દર્શકોને ઉશ્કેરનો પ્રયાસ કર્યો હતો.

નોંધનીય છે કે ક્રિકેટના મેદાનમાં પાકિસ્તાનને ભારત તરફથી સતત ધોબીપછાડ મળી રહી છે, પાકિસ્તાની ખેલાડીઓને આ વાત પચી નથી રહી, જેને કારણે તેઓ કોઈને કોઈએ વિવાદ સર્જે છે. સોશિયલ મીડિયા પર કેટલાક વીડિયો વાયરલ થઇ રહ્યા છે, જેમાં જોઈ શકાય છે કે બાઉન્ડ્રી રોપ પાસે ફિલ્ડીંગ માટે ઉભેલો હારીસ રૌફના વિમાન તોડી પાડવાની એક્શન કરે છે અને ભારતીય ચાહકોને ઉશ્કેરવા પ્રયાસ કરે છે.

બાઉન્ડ્રી પાસે શું બન્યું?

રૌફ બાઉન્ડ્રી પાસે ઉભો હતો, ત્યારે ભારતીય ચાહકોએ ‘કોહલી…કોહલી…’ના નારા લગાવ્યા, કેમ કે T20 વર્લ્ડ કપ 2022 ના ભારત-પાક મેચ દરમિયાન વિરાટે રૌફની અંતિમ ઓવરમાં સતત 2 છગ્ગા ફટકારીને મેચની સ્થિતિ પલટી નાખી હતી.

ત્યાર બાદ રૌફે કંઇક એવું કર્યું, જે ખૂબ જ ઉશ્કેરણીજનક હતું. તેણે હાથ વડે ‘6-0’ ઇશારો કર્યો, જેના થી એ એવું કહેવા ઈચ્છતો હતો કે ઓપરેશન સિંદૂર પછી લશ્કરી સંઘર્ષ દરમિયાન પાકિસ્તાની સેનાએ ભારતના છ ફાઈટર પ્લેન તોડી પાડ્યા હતા. ત્યાર બાદ રૌફે વિમાનો ક્રેશ થવાની એક્શન કરી અને ભારતીય દર્શકોને વધુ ઉશ્કેર્યા.

પ્રેક્ટીસ સેશનમાં પણ પાકિસ્તાની ખેલાડીઓની હરકત:

ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાનારી મેચની આગળની સાંજે દુબઈમાં ICC એકેડેમીમાં પ્રેક્ટીસ સેશન દરમિયાન ‘6-0’નો વિવાદ ઉભો થયો હતો. પાકિસ્તાનની ટીમ ફૂટબોલ મેચ રમી રહી હતી, જેમાં એક ટીમે 6-0ની લીડ મેળવી હતી. ભારતીય પત્રકારોની હાજરીમાં પાકિસ્તાનના ખેલાડીઓએ 6-0, 6-0…ના બૂમો પાડવાનું શરૂ કર્યું.

પાકિસ્તાના ભૂતપૂર્વ દિગ્ગજ ખેલાડીઓ વારંવાર નિવેદનો આપી રહ્યા છે કે રાજકારણ અને સ્પોર્ટ્સને અલગ લાગ રાખવા જોઈએ ત્યારે પાકિસ્તાન ટીમના ખેલાડીઓની હરકતો કંઇક અલગ જ સંદેશ આપી રહી છે.

આપણ વાંચો:  પાકિસ્તાની બોલરો સાથે બોલચાલ મામલે અભિષેક શર્માએ મેચ બાદ આપ્યો સડ્સડતો જવાબ

Savan Zalariya

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.

સંબંધિત લેખો

Back to top button