T20 Asia Cup 2025: બાંગ્લાદેશે હરાવ્યું હોંગ કોંગને

અબુ ધાબી: એશિયા કપ 2025ની ગુવારે બાંગ્લાદેશ અને હોંગ કોંગ વચ્ચે રમાયેલી ત્રીજી મેચમાં બાંગ્લાદેશે હરીફ ટીમને 14 બૉલ બાકી હતા ત્યારે 7 વિકેટથી હરાવી હતી. હોંગ કોંગે ફેંકેલા 143 રનના પડકારને બાંગ્લાદેશે 17.4 ઓવરમાં સફળતાથી પાર કર્યો હતો.
અબુ ધાબીના શેખ ઝાયેદ સ્ટેડિયમ ખાતે પ્રથમ બૅટિગ કરતા હોંગ કોંગે 20 ઓવરમાં સાત વિકેટ ગુમાવીને 143 રન કર્યા હતા. હોંગ કોંગ તરફથી નિઝાકત ખાને સૌથી વધુ 42 રન ફટકાર્યા હતા. બાંગ્લાદેશ તરફથી તસ્કિન, રિશાદ અને હસને બે-બે વિકેટ લીધી હતી.
પહેલા બેટિગ કરતા હોંગ કોંગના બેટ્સમેન અંશુમાન 4 રન કરી અને બાબર હયાત 14 રન કરીને આઉટ થયા. ઝીશાન અલી 34 બોલમાં 30 રન કરીને પેવેલિયન પરત ફર્યો હતો. કેપ્ટન યાસીમ મુર્તઝા 19 બોલમાં 28 રન કરીને રન આઉટ થયો હતો. રિશાદે નિઝાકત ખાન (42) અને શાહને પેવેલિયન મોકલ્યા હતા. મુસ્તફિઝુર રહેમાનને કોઈ સફળતા મળી નહોતી.
હોંગ કોંગ તરફથી નિઝાકત ખાને સૌથી મોટી ઇનિંગ રમી હતી. તેણે 40 બોલમાં 42 રન કર્યા હતા. હોંગ કોંગની શરૂઆત ખૂબ જ ખરાબ રહી અને ટીમને પહેલો ફટકો માત્ર સાત રન પર પડ્યો હતો. ઝીશાન અલી અને નિઝાકત ખાને ત્રીજી વિકેટ માટે 41 રનની ભાગીદારી કરી હતી. છેલ્લી ઓવરમાં તસ્કિન અહેમદે એજાઝ ખાનને આઉટ કરીને ઇનિંગને 143 રન પર રોકી દીધી હતી.