T20 વર્લ્ડ કપ પહેલા વિઝા વિવાદ: USA ટીમના પાકિસ્તાની મૂળના 4 ખેલાડીઓના વિઝા અટવાયા

નવી દિલ્હી: ભારત અને શ્રીલંકાની યજમાનીમાં યોજાનારા ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026ની શરૂઆત 7 ફેબ્રુઆરીના રોજથી થવાની છે. ભારતમાં બાંગ્લાદેશ ટીમની સુરક્ષા અંગે બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ અને ICC વચ્ચે ઘર્ષણ ચાલી રહ્યું છે. એવામાં અહેવાલ છે કે યુએસએ ક્રિકેટ ટીમના પાકિસ્તાનની મૂળના ક્રિકેટરોને ભારતના વિઝા હજુ સુધી મળ્યા નથી.
અહેવાલ મુજબ યુએસએની આખી ક્રિકેટ ટીમ હાલમાં વર્લ્ડ કપની તૈયારીઓના અંતિમ રાઉન્ડ માટે શ્રીલંકામાં છે.
આ ચાર ખેલાડીઓને વિઝા અટવાયા:
કોલંબોમાં ભારતીય હાઈ કમિશન સાથે એપોઇન્ટમેન્ટ બાદ યુએસ ક્રિકેટ ટીમના ફાસ્ટ બોલર અલી ખાનને વિઝા મળ્યા ન હતાં. અલી ખાનને સોશિયલ મીડિયા પર નારાજગી વ્યક્ત કરી હતી, જેને કારણે ચર્ચા શરુ થઇ હતી. અહેવાલ મુજબ પાકિસ્તાનમાં જન્મેલા અન્ય ત્રણ ખેલાડીઓને પણ ભારતના વિઝા મળ્યા નથી.
અહેવાલ મુજબ, શાયાન જહાંગીર, મોહમ્મદ મોહસીન અને એહસાન આદિલ આવતા હજુ વિઝા ક્લિયરન્સની રાહ જોઈ રહ્યા છે. ચાર ખેલાડીઓ સિવાય યુએસના બાકીના તમામ ખેલાડીઓને ભારતના વિઝા મળી ગયા છે.
અહેવાલ મુજબ ઔપચારિક વિઝા નકારવામાં આવ્યા નથી, અધિકારીઓના જણાવ્યા મુજબ ચાર ખેલાડીઓની અરજીઓ “ઓપરેટિંગ પ્રોસેસ” હેઠળ છે. ICC ના સૂત્રોએ પુષ્ટિ કરી છે તમામ જરૂરી દસ્તાવેજો સબમિટ કરવામાં આવ્યા છે.
યુએસની ટીમને ભારત અને પાકિસ્તાનના ગ્રુપમાં રાખવામાં અવી છે. યુએસ 7 ફેબ્રુઆરીના રોજ મુંબઈમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારત સામે T20 વર્લ્ડ કપ 2026ની પહેલી મેચ રમશે.
અગાઉ પણ આવા બનાવો બન્યા છે:
અહેવાલ મુજબ અગાઉ પણ વધારાના એડમિનિસ્ટ્રેશન લેયર્સને કારને કારણે પાકિસ્તાની મૂળના ખેલાડીઓને વિઝા ક્લિયરન્સ સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હોય તેવ બનાવો બન્યા છે. મોઈન અલી, શોએબ બશીર અને ઉસ્માન ખ્વાજા જેવા આંતરરાષ્ટ્રીય ક્રિકેટરો અગાઉ આવી સ્થિતિમાંથી પસાર થઈ ચૂક્યા છે.
આ પણ વાંચો…T20 વર્લ્ડ કપ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો! સ્ટાર બેટર હોસ્પિટલમાં દાખલ



