T20 World Cup 2024સ્પોર્ટસ

IND vs ENG Memes: ભારતતે ઈંગ્લેન્ડને હરાવતા જ સોશિયલ મીડિયા પર મીમ્સનું ઘોડાપુર

ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2024(T20 world cup 2024)માં ભારતીય ક્રિકેટ ટીમ અજેય રહી છે, ઇંગ્લેન્ડને હરાવી ટીમ ઇન્ડિયાએ ફાઇનલ(Team India in final)માં જગ્યા બનાવી લીધી છે. ગુરુવારે ગુયાનાના પ્રોવિડન્સ સ્ટેડિયમમાં રમાયેલી સેમિફાઇનલ મેચમાં ભારતે ઇંગ્લેન્ડને 68 રનથી હરાવ્યું. હવે ભારતીય ક્રિકેટ ટીમ ટાઈટલ જીતવાથી એક જીત દુર છે, ફાઇનલમાં ભારતીય ટીમનો મુકાબલો દક્ષિણ આફ્રિકા સામે થશે. ફાઇનલ મેચ 29 જૂનના રોજ બાર્બાડોસના બ્રિજટાઉનમાં રમાવાની છે.

ભારતીય ટીમે ઇંગ્લેન્ડ સામે સેમીફાઈનલ મેચ જીત્ય બાદ, સોશિયલ મીડિયા પર મીમ્સનું ઘોડાપુર આવ્યું છે. સોશિયલ મીડિયા યુઝર્સે ઇંગ્લેન્ડની ટીમની મજાક ઉડાવી હતી, યુઝર્સે અવનવા મીમ્સ શેર કર્યા હતા.

આ સાથે કેપ્ટન રોહિત શર્મા અને સૂર્યકુમાર યાદવના વખાણ કરતા મીમ્સ પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. વિરાટ કોહલી અને ઋષભ પંતના વહેલા આઉટ થયા બાદ રોહિત-સૂર્યકુમારે ભારતીય ઇનિંગ્સની કમાન સંભાળી હતી. બંને વચ્ચે ત્રીજી વિકેટ માટે 73 રનની ભાગીદારી થઈ હતી. આ ભાગીદારીના કારણે ભારતીય ટીમ સારા સ્કોર સુધી પહોંચવામાં સફળ રહી હતી.

ભારતીય બેટ્સમેન શિવમ દુબે વિશે પણ મીમ્સ વાયરલ થયા હતા, શિવમ દુબે T20 વર્લ્ડ કપમાં સારું પ્રદર્શન કરી શક્યો નથી, ઈંગ્લેન્ડ સામેની મેચમાં દુબે પહેલા બોલ પર જ આઉટ થઇ ગયો હતો.

https://twitter.com/i/status/1806396373975052546

ભારતે પ્રથમ બેટિંગ કરતા 171 રન બનાવ્યા જતા, ઈંગ્લેન્ડને મેચ જીતવા માટે 172 રનનો ટાર્ગેટ મળ્યો હતો, પરંતુ ઇંગ્લેન્ડની આખી ટીમ 16.4 ઓવરમાં 103 રનમાં ઓલ આઉટ થઇ ગઈ હતી. ઈંગ્લેન્ડ માટે માત્ર હેરી બ્રુક (25 રન), જોસ બટલર (23 રન), જોફ્રા આર્ચર (21 રન) અને લિયામ લિવિંગસ્ટોન (11 રન) જ ડબલ ફિગર સુધી પહોંચી શક્યા. ભારત તરફથી કુલદીપ યાદવ અને અક્ષર પટેલે ત્રણ-ત્રણ વિકેટ ઝડપી હતી. જસપ્રીત બુમરાહને બે વિકેટ મળી હતી. જ્યારે ઈંગ્લેન્ડના બે ખેલાડીઓ રનઆઉટ થયા હતા.

ભારતીય ટીમ ત્રીજી વખત T20 વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચી છે. આ પહેલા તે 2007 અને 2014 સીઝનમાં પણ ફાઇનલમાં પહોંચી હતી. 2007ની સિઝનમાં ભારતીય ટીમ ટાઈટલ જીતવામાં સફળ રહી હતી. હવે ભારત પાસે બીજી વખત T20 વર્લ્ડ કપ જીતવાની તક છે. ભારતીય ટીમે છેલ્લે 2013માં ICC ટાઈટલ જીત્યું હતું, મહેન્દ્ર સિંહ ધોનીના નેતૃત્વમાં ભારતે ઈંગ્લેન્ડને હરાવી ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો આ અભિનેત્રીઓ પણ વેઠી ચૂકી છે બ્રેસ્ટ કેન્સરનું દર્દ નવરી ધૂપ થઇ ગઇ છે આ બધી હિરોઇનો