T20 World Cup 2024સ્પોર્ટસ

T20 World Cup: હાર્દિક પંડ્યા વેસ્ટ ઇન્ડિઝનો છે? બ્રૉડકાસ્ટરે મોટી ગરબડ કરી નાખી

પ્રોવિડન્સ (ગયાના): હાર્દિક પંડ્યા (Hardik Pandya) માર્ચ મહિનામાં આઇપીએલની 17મી સીઝનની શરૂઆત પહેલાંથી જ ચર્ચાસ્પદ હતો અને આખી આઇપીએલમાં મુંબઈ ઇન્ડિયન્સની કૅપ્ટન્સીના મુદ્દે સતત ન્યૂઝમાં રહ્યો હતો અને અધૂરામાં પૂરું પત્ની નતાશા સ્ટૅન્કોવિચ સાથેના ડિવૉર્સની અટકળને લીધે આ ઑલરાઉન્ડર ચર્ચાના ચકડોળે જળવાઈ રહ્યો હતો. એ જાણે પૂરતું ન હોય એમ ટી-20 વર્લ્ડ કપમાં બ્રૉડકાસ્ટરની ભૂલને કારણે હાર્દિક ફરી ચર્ચામાં આવી ગયો છે. બ્રૉડકાસ્ટરે બીજી જૂને પાપુઆ ન્યૂ ગિની (પીએનજી) સામે રમાયેલી મૅચના સ્કોરબોર્ડમાં કૅરિબિયન મૅચ-વિનર રૉસ્ટન ચેઝના સ્થાને હાર્દિક પંડ્યાનો ફોટો અપલોડ કરી દીધો હતો.

વેસ્ટ ઇન્ડિઝે એ મૅચ છ બૉલ બાકી રાખીને પાંચ વિકેટના માર્જિનથી જીતી લીધી હતી. રૉસ્ટન ચેઝે એ મૅચમાં 27 બૉલમાં અણનમ 42 રન બનાવ્યા હતા.

વધુ નવાઈની વાત એ હતી કે બ્રૉડકાસ્ટરે વધુ મોટી ગરબડ કરીને સ્કોરબોર્ડમાં પીએનજીના કેટલાક બોલરના ફોટોના સ્થાને પણ હાર્દિક પંડ્યાનો ફોટો મૂક્યો હતો.

આ પણ વાંચો: T20 World Cup: ભારત આવતી કાલે આયરલૅન્ડ સામે જીતવા ફેવરિટ, પણ ટીમ ઇન્ડિયાએ શું ટાળવું પડશે?

ક્રિકેટપ્રેમીઓ અન્ય ખેલાડીઓના નામની સાથે હાર્દિકનો ફોટો જોઈને હેરાન થઈ ગયા હતા. આ ગરબડ બાદ સોશિયલ મીડિયામાં ક્રિકેટ ફૅન્સે બ્રૉડકાસ્ટરની ભરપૂર ટીકા કરી હતી.

https://twitter.com/mufaddal_vohra/status/1797482820736258062?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1797482820736258062%7Ctwgr%5E7700cf43dfd94f1318cff62f257cabc334a69490%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fwww.amarujala.com%2Fcricket%2Fcricket-news%2Ft20-world-cup-2024-is-hardik-pandya-from-west-indies-broadcaster-big-mistake-for-roston-chase-social-media-2024-06-04

એક યુઝરે લખ્યું, ‘શું હાર્દિક ખરેખર વેસ્ટ ઇન્ડિઝનો છે?’

આ ઘટનાના અનુસંધાનમાં હાર્દિકના મોટા ભાઈ કૃણાલ પંડ્યાની અગાઉની એક ક્લિપ વાઇરલ થઈ હતી. એ ક્લિપમાં હાર્દિકની તુલના એક કૅરિબિયન વ્યક્તિ સાથે કરાઈ હતી. યૂટ્યૂબ સિરીઝ ‘વૉટ ધ ડક’ની સીઝન-3ની ક્લિપમાં કૃણાલે મજાકમાં કહ્યું, ‘તમે જો હાર્દિકની બાળપણની તસવીર જોશો તો તમને વિચાર થશે કે આ છોકરો કૅરિબિયન છે, ભારતીય નથી.’

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો આ અભિનેત્રીઓ પણ વેઠી ચૂકી છે બ્રેસ્ટ કેન્સરનું દર્દ