સ્પોર્ટસ

T20 વર્લ્ડ કપ પહેલા કેપ્ટન સૂર્યકુમાર યાદવની પણ છુટ્ટી થઈ શકે છે! BCCIએ આપી ચેતવણી

મુંબઈ: ગઈ કાલે શનિવારે બોર્ડ ઓફ ક્રિકેટ કંટ્રોલ ઇન ઇન્ડિયા(BCCI) એ ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026 અને ન્યુઝીલેન્ડ સામેની 5 T20I મેચની સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરી હતી. 15 ખેલાડીઓની સ્કવોડમાં શુભમન ગિલને સ્થાન આપવામાં આવ્યું નથી, આ ફોર્મેટમાં સતત નિરાશાજનક પ્રદર્શનને કારણે તેને બહાર રાખવામાં આવ્યો છે. અહેવાલ છે કે T20I ફોર્મેટમાં ભારતીય ટીમના કેપ્ટન સૂર્યકુમાર યાદવને પણ ચેતવણી આપવામાં આવી છે.

BCCIનો પ્લાન નિષ્ફળ રહ્યો:
નોંધનીય છે એક વર્ષ સુધી T20I માટેની ભારતીય ટીમમાંથી બહાર રાખવામાં આવ્યા બાદ શુભમન ગિલને T20 એશિયા કપ 2025 માટેની ટીમમાં સ્થાન આપવામાં આવ્યું હતું અને તેને વાઈસ કેપ્ટનની જવાબદારી સોંપવામાં આવી હતી. ગિલને ટેસ્ટ અને ODI ફોર્મેટમાં કેપ્ટન બનાવવામાં આવ્યો છે, ત્યાર BCCI એવું ઈચ્છી રહ્યું હતું કે ભવિષ્યમાં ગિલ T20 ફોર્મેટમાં પણ ટીમની કમાન સંભાળે, પરંતુ કમબેક બાદ તે આશા પ્રમાણે પ્રદર્શન કરી શક્યો નહીં.

ગિલનું નિરાશાજનક પ્રદર્શન:
એશિયા કપમાં કમબેક બાદ ગિલ 15 T20I ઇનિંગ્સમાં માત્ર 291 રન બનાવી શક્યો. ગિલને સ્થાન આપવાથી સંજુ સેમસને ઓપનિંગમાંથી ખસેડીને લોઅર ઓર્ડરમાં ખસેડવામાં આવ્યો હતો, કેટલીક મેચમાં સંજુને બહાર પણ બેસાડવામાં આવ્યો હતો. સંજુને તક મળી ત્યારે સારું પ્રદર્શન કર્યું છે, જેના કારણે ગિલ અંગે કડક નિર્ણય લેવો પડ્યો.

સૂર્યકુમારનો ફ્લોપ શો:
ભારતની T20I ટીમનો કેપ્ટન સૂર્યકુમાર યાદવ પણ સતત ફ્લોપ રહ્યો છે. આ વર્ષે સુર્યાએ 19 ઇનિંગ્સમાં 123.2ની સ્ટ્રાઇક રેટથી માત્ર 218 રન જ બનાવ્યા, ઇન્ટરનેશનલ ક્રિકેટમાં તેના માટે આ વર્ષ સૌથી ખરાબ રહ્યું.

ન્યુઝીલેન્ડ સામેની સિરીઝ પર નજર:
ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026ની શરૂઆત 7 ફેબ્રુઆરીથી થવાની છે, એ પહેલા જાન્યુઆરીમાં ભારતીય ટીમને ન્યુઝીલેન્ડ સામે 5 T20I મેચ રમવાની છે. અહેવાલ મુજબ, જો સૂર્યકુમાર આ સિરીઝમાં ફોર્મ સાબિત ન કરી શકે તો, ટીમમાં તેના સ્થાન સામે પણ જોખમ છે.

સુર્યાને કેપ્ટન હોવાનો ફાયદો મળ્યો:
અહેવાલ મુજબ, ખરાબ પ્રદર્શન છતાં કેપ્ટન હોવાને કારણે સુર્યાને ટીમમાં સતત સ્થાન આપવામાં આવી રહ્યું છે. BCCIના એક અધિકારીએ જણાવ્યું કે હેડ કોચ ગંભીર મને છે કે માત્ર ટીમને જીત અપાવવી જ જરૂરી નથી, પોતાનું પ્રદર્શન પણ મહત્વનું છે. ગિલની માફક સૂર્યકુમાર સામે પણ એક્શન લેવામાં આવી શકે છે.

આપણ વાંચો:  રવિવારે દુબઈમાં ભારત-પાકિસ્તાન ફાઈનલ જંગ…

Savan Zalariya

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.

સંબંધિત લેખો

Back to top button