સૂર્ય કુમાર યાદવની ઈન્દોરમાં આંધી, કેમરુન ગ્રીનની એક ઓવરમાં ચાર સિક્સર ફટકારી
શુભમન ગિલ અને શ્રેયસ અય્યરે ફટકારી શાનદાર સદી
ઈન્દોરઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની બીજી વન-ડે મેચમાં ભારતીય બેટસમેને નોંધપાત્ર બેટિંગ કરી હતી, જેમાં શુભમન ગિલ, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ સહિત સૂર્યકુમાર યાદવની આક્રમ બેટિંગને કારણે ભારતે ઓસ્ટ્રેલિયા સામે સૌથી મોટો સ્કોર નોંધાવ્યો હતો. પચાસ ઓવરમાં ટવેન્ટી-ટવેન્ટી ફોર્મેટમાં રમીને ભારતે 399 રન બનાવ્યા હતા, જેમાં સૌથી સ્ફોટક ઈનિંગ સૂર્યકુમાર યાદવ રમ્યો હતો, જેનાથી ઓલરાઉન્ડર યુવરાજ સિંહની યાદ આવી ગઈ હતી.
ઓસ્ટ્રેલિયા સામે ભારતની 41મી ઓવરમાં (કેમરુન ગ્રીનની ઓવરમાં) સૂર્યકુમાર યાદવે ચાર સિક્સર ફટકારી હતી. ટવેન્ટી ટવેન્ટીના માફક સૂર્યકુમાર યાદવે એક ઓવરમાં પહેલા ચાર બોલમાં સિક્સ મારી હતી. સૂર્યકુમાર યાદવ 194.9ના સ્ટ્રાઈર રેટથી 37 બોલમાં 72 રન માર્યા હતા. છ સિક્સ અને છ ચોગ્ગા ફટકારીને 72 રન માર્યા હતા. કેરરુન ગ્રીનની ઓવરમાં ચાર સિક્સ મારીને યુવરાજ સિંહની યાદ અપાવી હતી, જેમાં અગાઉ યુવરાજ સિંહે છ બોલમાં છ સિક્સર મારી હતી.
સૂર્યકુમાર યાદવે કેમેરુન ગ્રીનના પહેલા બોલમાં બેકવર્ડ સ્કવેર લેગ ઉપર શાનદાર સિક્સર ફટકારી હતી, જ્યારે બીજા બોલમાં ફાઈન લેગ, ત્રીજા બોલમાં સિક્સર મારવા સાથે ચોથા બોલમાં ડીપ મિડવિકેટથી ઉપર સિક્સર મારીને લોકોને ખુશ કરી દીધા હતા. સૂર્ય કુમાર યાદવ સિવાય વિસ્ફોટક બેટિંગ કરનારાની યાદીમાં શુભમન ગિલ (97 બોલમાં 104 રન), શ્રેયસ અય્યર (90 બોલમાં 105 રન), સુકાની કેએલ રાહુલ (38 બોલમાં બાવન રન)નો સમાવેશ થાય છે.
ઓસ્ટ્રેલિયાના સૌથી મોંઘા બોલર કેમરુન ગ્રીન (10 ઓવરમાં 103 રન આપવા સાથે બે વિકેટ ઝડપી હતી), સીન એબોટ (10 ઓવરમાં 91 રન), એડમ ઝેમ્પા (10 ઓવરમાં 67 રન), સ્પેન્સર જોહન્સન (આઠ ઓવરમાં 61 રન) રહ્યા હતા.