સ્પોર્ટસ

ટેસ્ટ મેચના ચોથા દિવસે શ્રીલંકાની ભવ્ય જીતઃ અફઘાનિસ્તાનને 10 વિકેટથી હરાવ્યું

કોલંબોઃ અફઘાનિસ્તાન સામેની એકમાત્ર ટેસ્ટ મેચના ચોથા દિવસે શ્રીલંકાએ 10 વિકેટે જીત મેળવી હતી. શ્રીલંકા તરફથી ડાબા હાથના સ્પિનર પ્રબાથ જયસૂર્યાએ મેચમાં કુલ આઠ વિકેટ ઝડપી હતી. તેના શાનદાર બદલ તેને મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો.

પહેલા દાવમાં 198 રન કરનાર અફઘાનિસ્તાન બીજા દાવમાં 296 રનમાં સમેટાઈ જતા શ્રીલંકાને મેચ જીતવા માટે 56 રનનો ટાર્ગેટ મળ્યો હતો. જે શ્રીલંકાએ આઠમી ઓવરમાં એક પણ વિકેટ ગુમાવ્યા વિના હાંસલ કરી લીધો હતો. દિમુથ કરુણારત્નેએ અણનમ 32 અને નિશાન મદુશંકાએ અણનમ 22 રન કર્યા હતા.

એન્જેલો મેથ્યૂઝ (141) અને દિનેશ ચંદીમલ (107)ની સદીની મદદથી શ્રીલંકાએ પ્રથમ દાવમાં 439 રન કર્યા હતા અને 241 રનની લીડ મેળવી હતી. અફઘાનિસ્તાને દિવસની શરૂઆત એક વિકેટે 199 રનથી મજબૂત સ્થિતિમાં કરી હતી, પરંતુ ટીમ લંચ સુધી 252 રનમાં સાત વિકેટ ગુમાવી દીધી હતી.

પોતાની પ્રથમ ટેસ્ટ સદી ફટકારનાર ઈબ્રાહિમ ઝદરાન 114 રન કરીને આઉટ થયો હતો. શરૂઆતમાં અફઘાનિસ્તાનની ટીમ શ્રીલંકાના પ્રથમ દાવના સ્કોરથી 42 રન પાછળ હતી. તે સિવાય રહમત શાહ 54 અને નાસિર જમાલે 41 રનનું યોગદાન આપ્યું હતું. બીજી ઇનિંગમાં અફઘાનિસ્તાનના છ બેટ્સમેન ડબલ ફિગર સુધી પણ પહોંચી શક્યા ન હતા.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સુનીલ છેત્રી (Sunil Chhetri)ની નિવૃત્તિને પગલે ભારતના ફૂટબૉલ લેજન્ડ્સ (India Football Legends) વિશે જાણીએ… ફિલ્મી છે Sunil Chhetriની Love Story, જાણશો તો ખુશ થઈ જશો… આ Celebs છે Raha Kapoorના કાકા, ફોઈ-ફુઆ… નવમું નામ જાણીને ચોંકી ઉઠશો.. જ્યારે Harry Potter Mumbai Localમાં પ્રવાસ કરે ત્યારે…