સ્પોર્ટસ

કાશ્મીરમાં રહે છે સ્મૃતિ મંધાનાની નાનકડી ફેન: કબીર ખાનની પોસ્ટ જોઈને ગદગદ થઈ સ્ટાર ક્રિકેટર

કાશ્મીર: ભૂતકાળને ભૂલીને સ્મૃતિ મંધાના પોતાના ક્ષેત્રમાં આગળ વધી રહી છે. સ્મૃતિ મંધાનાને તેના પરિવારજનો તથા ફેન્સનો સહકાર મળી રહ્યો છે. એવામાં સ્મૃતિ મંધાનાની એક નાનકડી ફેન્સ સામે આવી છે. ફિલ્મ ડિરેક્ટર કબીર ખાને સ્મૃતિ મંધાનાની નાનાકડી ફેન્સનો ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. જેના પર સ્મૃતિ મંધાનાએ પણ પોતાની પ્રતિક્રિયા આપી છે.

કબીર ખાનને કાશ્મીરમાં મળી સ્મૃતિ મંધાનાની ફેન

‘એક થા ટાઇગર’,’બજરંગી ભાઈજાન’ તથા ‘ચંદુ ચેમ્પિયન’ જેવી ફિલ્મોના ડિરેક્ટર કબીર ખાન તાજેતરમાં કાશ્મીરના પ્રવાસે પહોંચ્યા હતા. જ્યાં તેઓ ક્રિકેટ રમતી એક નાનકડી બાળકીને મળ્યા હતાં. કબીર ખાનને જાણવા મળ્યું હતું કે, તે બાળકી સ્મૃતિ મંધાનાની ફેન છે. નાનકડી બાળકીએ કબીર ખાનને જણાવ્યું હતું કે, તે ઇન્ડિયન વિમેન્સ ક્રિકેટ ટીમની સ્ટાર ખેલાડી સ્મૃતિ મંધાનાને એ સંદેશ આપે કે, તે મારી ફેવરેટ ખેલાડી છે.”

કાશ્મીરમાં કબીર ખાને સ્મૃતિ મંધાનાની આ નાનકડી ફેનના કેટલાક ફોટોસ ક્લિક કરીને સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા અને કેપ્શનમાં લખ્યું હતું કે, “કાશ્મીરમાં પોતાના કેમેરા સાથે ફરવાથી મને હંમેશા સુકૂન અને સુંદર ક્ષણો જોવાનો મોકો મળે છે. જેમ કે આરુની આ નાનકડી છોકરી જે ઇચ્છતી હતી કે, હું સ્મૃતિ મંધાનાને કહું કે, તે તેની ફેવરેટ ખેલાડી છે. મને આશા છે કે સ્મૃતિ આ પોસ્ટ જોશે.”

કબીર ખાને ક્રિકેટ રમતા છોકરાઓનો ફોટો પણ શેર કર્યો છે. જેનું વર્ણન કરતા કબીર ખાને પોતાના કેપ્શનમાં લખ્યું હતું કે, “આ છોકરાઓ જેમનું રમતનું મેદાન એક પહાડી ઝરણાંથી ઘેરાયેલું છે. જો તમે સિક્સર ફટકારશો તો દડો ખીણમાંથી વહીંને ઝેલમ નદીમાં ચાલ્યો જશે.”

આપણ વાંચો:  T20 વર્લ્ડ કપ પહેલા કેપ્ટન સૂર્યકુમાર યાદવની પણ છુટ્ટી થઈ શકે છે! BCCIએ આપી ચેતવણી

સ્મૃતિ મંધાનાએ વરસાવ્યો બાળકી પર પ્રેમ

ઉલ્લેખનીય છે કે, કબીર ખાનની પોસ્ટ પર સ્મૃતિ મંધાનાએ પ્રતિક્રિયા આપી છે. કબીર ખાનની પોસ્ટમાં કોમેન્ટ કરીને સ્મૃતિ મંધાનાએ જણાવ્યું કે, “અરુની આ નાનકડી બાળકીને મારા વતી ગળે લગાવજો અને તેને કહેજો કે હું તેનો ઉત્સાહ વધારી રહી છું.”

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button