સ્પોર્ટસ

સિંગાપોર ઓપનમાં પીવી સિંધુની જીત સાથે શરૂઆતઃ માલવિકાનો પરાજય

સિંગાપોરઃ બે વખતની ઓલિમ્પિક મેડલ વિજેતા પીવી સિંધુ અને એચએસ પ્રણય મંગળવારે સિંગાપોર ઓપન સુપર 750 બેડમિન્ટન ટુર્નામેન્ટના બીજા રાઉન્ડમાં પહોંચી ગયા હતા. સિંધુએ કેનેડાની વેન યુ ઝાંગને માત્ર 31 મિનિટમાં 21-14, 21-09થી પરાજય આપ્યો હતો. બીજા રાઉન્ડમાં સિંધુનો સામનો વિશ્વની પાંચમી ક્રમાંકિત અને ટોક્યો ઓલિમ્પિકની ગોલ્ડ મેડલ વિજેતા ચીનની ચેન યુ ફેઈ સામે થશે.

વિશ્વના 34મા ક્રમાંકિત પ્રણયે ડેન્માર્કના રાસ્મસ ગેમકેને 19-21, 21-16, 21-14થી હરાવ્યો હતો. હવે તેનો સામનો ફ્રાન્સના ક્રિસ્ટોવ પોપોવ સામે થશે. જોકે, ભારતના પ્રિયાંશુ રાજાવત, કિરણ જ્યોર્જ, અનમોલ ખરબ, માલવિકા બંસોડ પ્રથમ રાઉન્ડમાં હારીને બહાર થઈ ગયા હતા.

માલવિકાને આઠમા ક્રમાંકિત થાઇલેન્ડની સુપનિદા કેથોંગ સામે 14-21,21-18, 21-11થી પરાજય મળ્યો હતો. જ્યારે પ્રિયાંશુને સાતમા ક્રમાંકિત જાપાનની કોડાઈ નારોકા સામે 14-21, 21-10, 21-14થી પરાજય મળ્યો હતો.

અનમોલને ચેન સામે 21-11, 24-22થી પરાજય મળ્યો હતો. જ્યોર્જને ચીનના વેંગ હોંગ યાંગે 21-19, 21-17થી પરાજય આપ્યો હતો. જ્યારે આર સંતોષ રામરાજને પુરુષ સિંગલ્સની પ્રથમ મેચમાં દક્ષિણ કોરિયાના કિમ ગા યુને 21-14, 21-08થી પરાજય થયો હતો.

મિક્સ ડબલ્સમાં ભારતના ધ્રુવ કપિલા અને તનિષા ક્રાસ્ટોનો ચીનના ચેંગ શિંગ અને ઝાંગ ચી સામે 21-18, 21-13થી પરાજય થયો હતો. અસિત સૂર્યા અને અમૃતા પરમુથેશ જાપાનના યુઇચી શિમોગામી અને સયાકા હોબારા સામે 21-11, 21-17થી હાર મળી હતી. મહિલા ડબલ્સમાં કવિપ્રિયા સેલ્વમ અને સિમરન સિંહનો કોરિયાની બાએક હા ના અને લી સો હી સામે 21-04, 21-09 પરાજય થયો હતો.

આ પણ વાંચો….લીડ્સમાં ભારત આટલા વર્ષથી ટેસ્ટ નથી જીત્યું, જૂનમાં પહેલી ટેસ્ટ ત્યાં જ રમાવાની છે

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button