સ્પોર્ટસ

રવિ શાસ્ત્રીએ કોહલી અને રોહિત વિશે ચોંકાવનારું મંતવ્ય આપી દીધું!

ઇરફાન પઠાણ તો કહે છે કે `રોહિત જો કૅપ્ટન ન હોત તો…'

મેલબર્નઃ ભારતના ભૂતપૂર્વ ઑલરાઉન્ડર અને ભૂતપૂર્વ હેડ-કોચ રવિ શાસ્ત્રીનું માનવું છે કે વિરાટ કોહલી હજી ત્રણ-ચાર વર્ષ ક્રિકેટ રમી શકે એમ છે, પરંતુ રોહિત શર્માએ નિર્ણય લઈ લેવો જોઈએ.

ઑસ્ટ્રેલિયા સામેની વર્તમાન સિરીઝની ચાર ટેસ્ટ બાદ રવિ શાસ્ત્રીએ રોહિત વિશે કહ્યું છે કે રોહિત ટેસ્ટમાં ઘણા લાંબા સમયથી ફૉર્મમાં નથી અને આ પરંપરાગત ફૉર્મેટમાં રમવાની ટેક્નિક પણ ગુમાવી બેઠો છે એટલે તેણે હવે આ ફૉર્મેટમાંના પોતાના ભવિષ્ય વિશે વિચાર કરી લેવાની જરૂર છે.

ઑસ્ટ્રેલિયા સામેની બોર્ડર-ગાવસકર ટ્રોફીમાં કોહલીનો પર્ફોર્મન્સ આ મુજબ રહ્યો છેઃ પાંચ રન, 100 અણનમ, સાત રન, 11 રન, ત્રણ રન, 36 રન, પાંચ રન.

આપણ વાંચો: IND VS AUS: ત્રીજી ટેસ્ટ જીતવા રવિ શાસ્ત્રીએ ટીમ ઈન્ડિયાને આપ્યો ‘જીતમંત્ર’

રોહિત શર્મા પર્થની પ્રથમ ટેસ્ટમાં નહોતો રમ્યો અને ત્યાર પછીની ત્રણ ટેસ્ટમાં તેના પર્ફોર્મન્સ આ પ્રમાણે હતાઃ ત્રણ રન, છ રન, 10 રન, ત્રણ રન, નવ રન.

ટૂંકમાં, કોહલીના આ શ્રેણીમાં કુલ 157 રન છે, જ્યારે રોહિતના ફક્ત 31 રન છે.

રવિ શાસ્ત્રીનું એવું માનવું છે કે કોહલી હજી ત્રણેક વર્ષ તો રમી જ શકશે. તે મેલબર્ન ટેસ્ટમાં કેવી રીતે આઉટ થયો એને હું નજરઅંદાજ કરીને કહું છું કે તે હજી ત્રણ-ચાર વર્ષ તો રમી જ શકશે. જોકે રોહિતે વિચાર કરી લેવાની જરૂર છે. ટૉપ-ઑર્ડરમાં બૅટરનું જે પ્રકારનું ફૂટવર્ક હોવું જોઈએ એવું હવે નથી જોવા મળી રહ્યું.

તેનું પહેલાં જેવું ફૂટવર્ક હવે નથી. આ સિરીઝમાં ઘણી વાર જોવા મળ્યું છે કે તેના ફ્રન્ટ ફૂટનું મૂવમેન્ટ બૉલની નથી થતું હોતું. વારંવાર તે બૉલનો સામનો કરવામાં મોડો પડતો હોય છે. તેણે હવે સિરીઝને અંતે નિર્ણય લઈ જ લેવો જોઈએ.

આપણ વાંચો: રવિ શાસ્ત્રી દિલ્હીમાં સ્મૃતિ મંધાનાના નામની હજારો પ્રેક્ષકોની બૂમો સાંભળીને છક થઈ ગયા

' ભૂતપૂર્વ ઑલરાઉન્ડર ઇરફાન પઠાણે સોમવારે ત્યાં સુધી કહ્યું હતું કેરોહિત શર્મા જો ટેસ્ટ ટીમનો કૅપ્ટન ન હોત તો તેને પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન જ ન મળ્યું હોત. તેણે કરીઅરમાં 20,000 જેટલા રન બનાવ્યા છે, પરંતુ હાલમાં તેનું ફૉર્મ તેને જરાય સાથ નથી આપી રહ્યું એમ છતાં તે રમી રહ્યો છે.

તે કૅપ્ટન ન હોત તો અત્યારે રમતો જ ન હોત. કે. એલ. રાહુલ ઓપનિંગમાં યશસ્વી સાથે રમતો હોત અને શુભમન ગિલ પણ ઇલેવનમાં હોત. રોહિત અહીં ઑસ્ટ્રેલિયા આવતા પહેલાં પણ ફૉર્મમાં નહોતો.’

સિડનીમાં પાંચમી અને છેલ્લી ટેસ્ટ શુક્રવાર, ત્રીજી જાન્યુઆરીએ શરૂ થશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button