શેન વોટસને ‘ચેમ્પિયન્સ ટ્રોફી’ માટે આપ્યું મહત્ત્વનું નિવેદનઃ કોહલી, રોહિત માટે મોટી તક…
સિડનીઃ ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર શેન વોટસને ચેમ્પિયન્સ ટ્રોફી માટે ભારતીય ટીમનું પાકિસ્તાન ન જઈ શકવાને ‘દુર્ભાગ્યપૂર્ણ’ ગણાવ્યું હતું પરંતુ એની સાથે તેને કહ્યું હતું કે આ આઈસીસી ટૂર્નામેન્ટ વિરાટ કોહલી અને રોહિત શર્મા જેવા સ્ટાર બેટ્સમેનોને મોટી તક આપશે.
આ ટુનામેન્ટ લાંબા સમયથી રહેલા ખરાબ ફોર્મમાંથી બહાર આવવાની શાનદાર તક હશે. નોંધનીય છે કે આઇસીસીએ ચેમ્પિયન્સ ટ્રોફીને ‘હાઈબ્રિડ’ મોડલમાં યોજવાની મંજૂરી આપી હતી જેમાં ભારતીય ટીમની તમામ મેચ દુબઈમાં રમાશે.
વોટસને અહીં ચેમ્પિયન્સ ટ્રોફી ટૂર દરમિયાન મીડિયાને કહ્યું હતું કે “આ દુર્ભાગ્યપૂર્ણ છે કે આવી સ્થિતિ ઊભી થઈ છે. પણ એમાં કોઈ શંકા નથી કે ભારત-પાકિસ્તાનની મેચની તમામ કોઇ રાહ જોઇ રહ્યું છે. જ્યારે પણ તેઓ એકબીજા સામે રમે છે ત્યારે તે ખાસ હોય છે.
આપણ વાંચો: ભારત પ્રવાસ અને ચેમ્પિયન્સ ટ્રોફી માટે ઇગ્લેન્ડની ટીમ જાહેરઃ રૂટની વન-ડે ટીમમાં વાપસી…
તેણે કહ્યું હતું કે “આ દુર્ભાગ્યપૂર્ણ છે કે ભારતીય ટીમ ચેમ્પિયન્સ ટ્રોફી માટે પાકિસ્તાન નથી જઈ રહી પરંતુ તેના વિશે શું કરી શકાય.” તેણે કહ્યું હતું કે, “ચેમ્પિયન્સ ટ્રોફી વિશ્વ ક્રિકેટમાં એક મહત્વપૂર્ણ ટૂર્નામેન્ટ છે કારણ કે વનડે વર્લ્ડ કપ ચાર વર્ષમાં એકવાર યોજાય છે.
વોટસને કહ્યું, “આપણે ક્યારેય વન-ડે ક્રિકેટને ગુમાવવા માંગતા નથી પરંતુ તેને સુસંગત રાખવું પણ મહત્વપૂર્ણ છે અને તેથી જ ચેમ્પિયન્સ ટ્રોફી મહત્વપૂર્ણ છે.” આમાં માત્ર આઠ ટીમો જ રમે છે અને દરેક બોલ મહત્વપૂર્ણ છે. તમારે સતત સારું રમવું પડશે નહીં.
ભારતે 2013ની ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી અને વિરાટ કોહલી અને રોહિત શર્મા તે ટીમનો ભાગ હતા. બંને હાલમાં ખરાબ ફોર્મ સામે ઝઝૂમી રહ્યા છે પરંતુ વોટસને કહ્યું કે આ ચિંતાનો વિષય નથી.