અફવાઓનો આવ્યો અંત, હાર્દિક પંડ્યા માટે ગુજરાત ટાઈટન્સે કરી આ જાહેરાત
આઇપીએલ 2024ની હરાજી પહેલા ગુજરાત ટાઇટન્સે તેમના કેપ્ટન હાર્દિક પંડ્યાને જાળવી રાખ્યો છે. હાલમાં હાર્દિકની મુંબઇ ઇન્ડિયન્સની ટીમમાં પાછા જવાની ચર્ચા જોરશોરથી ચાલી રહી હતી, પણ હવે આ બધાનો અંત આવી ગયો છે.
ગુજરાત ટાઇટન્સે તેમની ટીમમાં હાર્દિક પંડ્યાને કપ્તાની સોંપી છે. ગુજરાત ટાઇટન્સના રિટેન કરવામાં આવેલા ખએલાડીઓની યાદીમાં હાર્દિકને કેપ્ટન તરીકે જ જણાવવામાં આવ્યો છે.
અગાઉ એવી ખબર આવી હતી કે હાર્દિક પંડ્યાને ટ્રેડ કરવામાં આવી શકે છે અને તે મુંબઇ ઇન્ડિયન્સ ટીમનો હિસ્સો બની શકે છે. જોકે, એવું થયું નથી.
ગુજરાત ટાઇટન્સ રીટેન્શન લિસ્ટ આ મુજબ છે.
ડેવિડ મિલર, શુભમન ગિલ, મેથ્યુ વેડ, રિદ્ધિમાન સાહા, કેન વિલિયમસન, હાર્દિક પંડ્યા (કેપ્ટન), અભિનવ મનોહર, બી સાઈ સુદર્શન, દર્શન નલકાંડે, વિજય શંકર, જયંત યાદવ, રાહુલ તેવટિયા, મોહમ્મદ શમી, નૂર અહેમદ, આર સાઈ કિશોર, રાશિદ ખાન, જોશ લિટલ, મોહિત શર્મા
મુંબઈ ઈન્ડિયન્સના રિટેન કરેલા (જાળવી રાખેલા) ખેલાડીઓ આ મુજબ છે.
રોહિત શર્મા (કેપ્ટન), ડેવાલ્ડ બ્રુઈસ, સ્કાય, ઈશાન કિશન, તિલક વર્મા, ટિમ ડેવિડ, વિષ્ણુ વિનોદ, અર્જુન તેંડુલકર, કેમ ગ્રીન, શમ્સ મુલાની, નેહલ વાઢેરા, જસપ્રિત બુમરાહ, કુમાર કાર્તિકેય, પીયૂષ ચાવલા, આકાશ માધવાલ, જેસન બેહરેનડોર્ફ. રોમારિયો શેફર્ડ (ટ્રેડ)