સ્પોર્ટસ

રોહિત શર્મા સ્ટેન્ડના ઉદ્ધાટન સમયે પત્ની રીતિકા સજદેહે આપ્યું એવું રિએક્શન કે… વીડિયો થયો વાઈરલ

ટીમ ઈન્ડિયાના સ્ટાર પ્લેયર રોહિત શર્માની ગણતરી ભારતના સૌથી સફળતમ અને મહાન ક્રિકેટરમાં કરવામાં આવે છે. છેલ્લાં એક વર્ષની અંદર રોહિત શર્માએ ટીમ ઈન્ડિયાને પોતાની કેપ્ટન્સીમાં ટી20 વર્લ્ડકપ અને ચેમ્પિયન્સ ટ્રોફી જિતાડી છે.

મુંબઈ ચા રાજા, હિટમેન, શર્માજી કા બેટા જેવા હુલામણા નામે ઓળખાતા રોહિત શર્માને હવે મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા સન્માન આપતા મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે રોહિત શર્માના નામનું અલગ સ્ટેન્ડ બનાવ્યું છે.

આ સ્ટેન્ડના ઉદ્ગાટન સમારોહમાં જ રોહિત શર્માની પત્ની રીતિકા સજદેહે જે રિએક્શન આપ્યું હતું તે હવે સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યું છે.

આપણ વાંચો: રોહિત શર્મા અને રીતિકા સજદેહના લાડકવાયાની એક ઝલક જોશો તો…

ઉદ્ઘાટન સમારોહમાં રોહિત શર્માના માતા-પિતા અને પત્ની રીતિકા પણ સ્ટેજ પર હાજર રહ્યા હતા. રોહિતે માતા-પિતાએ આગળ કર્યા ગયા તો રીતિકા પણ ઈમોશનલ થઈ ગઈ હતી અને તેની આંખો ભરાઈ આવી હતી. રીતિકાએ કેમેરાથી બચવા પોતાના આંસુ લૂંછી લીધા હતા અને ઈમોશનલ થઈને તેણે પતિની આ સિદ્ધિને તાળીઓથી વધાવી લીધી હતી.

રીતિકાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ વાઈરલ થઈ રહ્યો છે. આ કાર્યક્રમમાં મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને શરદ પવાર પણ હાજર રહ્યા હતા.

આપણ વાંચો: Viral Video: લાઈવ મેચમાં Rohit Sharma-Ritika Sharma આ શું કરતાં જોવા મળ્યા?

રીતિકા સજદેહ અને રોહિત શર્માની કેમેસ્ટ્રી ફેન્સને ખૂબ જ પસંદ આવે છે. રીતિકા અવારનવાર ટીમ ઈન્ડિયાની મેચ દરમિયાન પતિ રોહિત શર્માને સપોર્ટ કરવા માટે સ્ટેડિયમમાં જોવા મળે છે. આ સમયે રીતિકા હંમેશા જ પતિ રોહિતના બેસ્ટ પર્ફોર્મન્સ માટે પ્રાર્થના કરતી, ક્રોસ ફિંગર બેઠેલી જોવા મળી છે.

રોહિત શર્માએ ક્રિકેટના 2 ફોર્મેટના અલવિદા કહી દીધું છે. 2024માં તેણે ટી20 વર્લ્ડકપ જિત્યા બાદ ટી20 ક્રિકેટને અલવિદા કહ્યું હતું. મે, 2025માં તેણે ટેસ્ટ ક્રિકેટને પણ અલવિદા કહ્યું હતું અને હવે તે ઓડીઆઈ ટીમમાં રમતો જોવા મળશે.
અત્રે ઉલ્લેખનીય છે કે રીતિકા સજદેહ અને રોહિત શર્માના ડિસેમ્બર, 2015માં લગ્ન થયા હતા.

બંનેને સમાયરા અને આહાન નામનો દીકરો પણ છે. રોહિત અને રીતિકાની મુલાકાત 2008માં એક એડ શૂટ દરમિયાન થઈ હતી. એ સમયે રીતિકા અનેક નામી ક્રિકેટર્સ માટે સ્પોર્ટ્સ ઈવેન્ટ મેનેજર તરીકે કામ કરતી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button