સ્પોર્ટસ

Rohit Sharmaએ ગાર્ડન મેં ઘુમનેવાલે…વાળી કમેન્ટ કોના માટે કરી હતી એનું Secrest Reveal કરી જ દીધું…

Rohit Sharmaની કેપ્ટનશિપ હેઠળ ટીમ ઈન્ડિયા ધરમશાલા ખાતે પાંચમી ટેસ્ટ મેચ જિતીને સિરીઝ 4-1થી પોતાના નામે કરી હતી. ઈંગ્લિશ ટીમ સામેની દમદાર જીત બાદ ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ ચિલ આઉટ કરતાં જોવા મળ્યા અને આ બધા વચ્ચે Rohit Sahrmaની એક સોશિયલ મીડિયા પર પોસ્ટ વાઈરલ થઈ રહી છે જેમાં તે બાકીના ખેલાડીઓ સાથે મસ્તી કરતો જોવા મળ્યો હતો. પરંતુ આ ફોટોની કેપ્શને લોકોનું ધ્યાન ખેંચ્યુ હતું. આ કેપ્શનમાં જ રોહિત શર્માએ એક સિક્રેટ રિવીલ કર્યું છે. આવો જોઈએ શું છે આ સિક્રેટ…

વાત જાણે એમ છે કે રોહિત શર્માએ પોતાની ટીમના યંગ પ્લેયર સાથેનો એક ફોટો શેર કર્યો છે આ ફોટોમાં રોહિત સાથે ધ્રુવ જુરેલ, ઈંગ્લેન્ડ સામેની સીરિઝમાં ડેબ્યુ કરનાર સરફરાઝ ખાન અને બે ડબલ સેન્ચ્યુરી સદી ફટકારનાર યશસ્વી જયસ્વાલ અને શુભમન જોવા જોવા મળી રહ્યા છે. આ ફોટોની કેપ્શનમાં રોહિત શર્માએ એવું લખ્યું છે કે ‘ગાર્ડન મેં ઘૂમને વાલે બંદે…’ રોહિતે જે કેપ્શન લખ્યું તેના પાછળ એક મહત્ત્વનું કારણ છે.

આ કેપ્શન એટલા માટે ખાસ છે કારણ કે આ અગાઉ રોહિત શર્માએ રાંચી ટેસ્ટમાં ફિલ્ડિંગ કરતી વખતે પોતાના ખેલાડીઓને ઠપકો આપતો જોવા મળ્યો હતો. આ વીડિયોમાં રોહિત ટીમના ખેલાડીઓને એવું કહેતો સાંભળવા મળે છે કે ‘ગાર્ડન મેં ઘૂમતે હુએ દેખા તો… રોહિત ગાળો બોલતા સાંભળવા મળી રહ્યો છે. હવે ટેસ્ટ સીરિઝ જીત્યા બાદ રોહિતે કેપ્શનમાં આ વાત લખી છે. આ પોસ્ટ દ્વારા રોહિત ફેન્સને એ વાત જણાવી રહ્યો છે કે, તેણે આ વાત કયા ખેલાડીઓને ઉદ્દેશીની કહી હતી…

રોહિતે શેર કરેલાં આ ફોટો પર ફેન્સ અલગ અલગ કમેન્ટ્સ આપી રહ્યા છે. ભૂતપૂર્વ ભારતીય ઓલરાઉન્ડર યુવરાજ સિંહે આ ફોટો પર સ્માઈલીવાળી ઈમોજી શેર કરી છે તો સૂર્યકુમાર યાદવે કમેન્ટ સેક્શનમાં લખ્યું છે કે યશસ્વી જયસ્વાલ અને શુભમન ગિલ બગીચામાં ફરતા છોકરાઓ જેવા જ દેખાઈ રહ્યા છે અત્યારે તો…

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
તમે પણ જાણી લો Income Tax બચવવાની તરકીબો! Cannes : ફેસ્ટિવલમાં Aishwaryaના ગ્લેમર લુકસ Unlocking Good Fortune: Mohini Ekadashi પર બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન… સુનીલ છેત્રી (Sunil Chhetri)ની નિવૃત્તિને પગલે ભારતના ફૂટબૉલ લેજન્ડ્સ (India Football Legends) વિશે જાણીએ…