રવિન્દ્ર જાડેજાએ ઈંગ્લેન્ડ સામેની સીરિઝમાં તોડ્યો લક્ષ્મણનો આ 23 વર્ષ જૂનો રેકોર્ડ

લંડન: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી એન્ડરસન-તેંદુલકર ટ્રોફી(Andeson-Tendulkar Trophy)ની હાલ પંચમી અને છેલી મેચ લંડનના ઓવલ સ્ટેડિયમમાં રમાઈ (Oval test) રહી છે. આ સિરીઝ દરમિયાન ભારતીય ટીમનાં ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા શાનદાર બેટિંગ કરી છે. આ સીરીઝમાં તેને પાંચ ફિફ્ટી અને એક સદી ફટકારીને કુલ 516 વધુ રન બનાવ્યા છે. ઓવલ ટેસ્ટની બીજી ઇનિંગમાં પણ જાડેજાએ ફિફ્ટી ફટકારી, આ સાથે તેણે ભારતના દિગ્ગજ બેટર વીવીએસ લક્ષ્મણનો રેકોર્ડ (Ravindra Jadeja breaks VVS Laxman Record) તોડ્યો.
ઓવલ ટેસ્ટની બીજી ઇનિંગમાં જાડેજાએ 77 બોલમાં 53 રન બનાવ્યા, જેમાં તેણે સાત ચોગ્ગા લગાવ્યા. આ સાથે જાડેજા કોઈ પણ ટેસ્ટ સિરીઝમાં છઠ્ઠા કે તેથી નીચેના ક્રમમાં બેટિંગ કરવા આવીને સૌથી વધુ રન બનાવનાર ભારતીય બેટરનો રેકોર્ડ બનાવ્યો. તેણે વીવીએસ લક્ષ્મણનો 23 વર્ષ જુનો રેકોર્ડ તોડ્યો.
લક્ષ્મણનો રેકોર્ડ તોડ્યો:
વીવીએસ લક્ષ્મણે વર્ષ 2002માં વેસ્ટ ઇન્ડીઝ સામેની ટેસ્ટ સિરીઝમાં 474 રન બનાવ્યા હતાં, જાડેજાએ ઇંગ્લેન્ડ સામે ચાલી રહેલી ટેસ્ટ સિરીઝમાં રમેલી 10 ઇનિંગમાં 86ની એવરેજથી 516 રન બનાવ્યા છે.
નોંધનીય છે કે રવિન્દ્ર જાડેજા વર્લ્ડ નં.1 ઓલરાઉન્ડર છે, પણ આ સિરીઝમાં તેની બેટિંગ માટે હેડલાઇન્સમાં રહ્યો છે.
છઠ્ઠા કે તેથી નીચેના ક્રમમાં બેટિંગ કરવા આવીને સૌથી વધુ રન બનાવનાર ભારતીય બેટર્સ:
516 | રવીન્દ્ર જાડેજા | ઇંગ્લેન્ડ સામે, 2025 |
474 | વીવીએસ લક્ષ્મણ | વેસ્ટઇન્ડીઝ સામે, 2002 |
374 | રવિ શાસ્ત્રી | ઇંગ્લેન્ડ સામે, 1984/85 |
350 | રિષભ પંત | ઓસ્ટ્રેલિયા સામે, 2018/19 |
આ પણ વાંચો…પેસ બોલર આકાશ દીપને ઇંગ્લૅન્ડના કોચે કેમ ચેતવણી આપી? પૉન્ટિંગ કેમ મારવાની વાતો કરે છે?