સ્પોર્ટસ

Ranji Trophy: વિદર્ભે કર્ણાટકને 128 રનથી હરાવ્યું, સેમી ફાઇનલમાં મધ્યપ્રદેશ સામે ટકરાશે

નાગપુરઃ હર્ષ દુબે અને આદિત્ય સરવટેની ચાર-ચાર વિકેટની મદદથી વિદર્ભે મંગળવારે અહીં કર્ણાટકને 127 રનથી હરાવીને રણજી ટ્રોફીની સેમી-ફાઇનલમાં સ્થાન મેળવ્યું હતું. 371 રનના લક્ષ્‍યાંકનો પીછો કરતા કર્ણાટકે એક વિકેટે 103 રનથી દિવસની શરૂઆત કરી હતી. મંગળવારે મેચના પાંચમા અને અંતિમ દિવસે કર્ણાટકે સવારના સત્રમાં સતત વિકેટ ગુમાવતા જીત મેળવવાની તેની આશાઓ પર પાણી ફરી વળ્યું હતું.

કર્ણાટકને અંતિમ દિવસે 268 રનની જરૂર હતી જ્યારે નવ વિકેટ બાકી હતી પરંતુ દુબે અને સરવટેની બોલિંગના કારણે વિદર્ભની ટીમ મોટી જીત નોંધાવવામાં સફળ રહી હતી.

કર્ણાટકે સવારના સત્રના શરૂઆતના કલાકમાં કેપ્ટન મયંક અગ્રવાલ (70), નિકિન જોસ (00) અને મનીષ પાંડે (01)ની વિકેટ ગુમાવી દીધી હતી. સરવટે તમામને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો.

અનીશ કેવી બીજા છેડે રમી રહ્યો હતો પરંતુ 40 રન કરીને તે રનઆઉટ થયો હતો. દુબેએ (65 રનમાં ચાર વિકેટ) કર્ણાટકના લોઅર ઓર્ડરને આઉટ કર્યો હતો. હાર્દિકને આઉટ કર્યા બાદ તેણે વિકેટકીપર બેટ્સમેન એસ સમર્થ (06)ની ઇનિંગ્સનો પણ અંત કર્યો હતો.

વિજય કુમાર વિશાખ (34) અને વિદ્વાથ કવેરપ્પા (25) એ 33 રનની ભાગીદારી કરીને થોડા સમય માટે હાર ટાળી હતી પરંતુ દુબેએ વધુ બે વિકેટ લઈને વિદર્ભની જીત સુનિશ્ચિત કરી હતી.

371 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી કર્ણાટકની ટીમ આખરે 243 રનમાં સમેટાઈ ગઈ હતી.વિદર્ભ પહેલા મધ્યપ્રદેશ અને તમિલનાડુ પણ સેમિફાઈનલમાં પહોંચવામાં સફળ રહ્યા હતા. સરવટેને સાત વિકેટ લેવા બદલ પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ અપાયો હતો.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button