ભારત સામેની ઐતિહાસિક જીત બાદ રબાડાએ ટીમની મુશ્કેલીઓમાંથી બહાર નીકળવાની ક્ષમતાના કર્યા વખાણ

કોલકાતાઃ દક્ષિણ આફ્રિકાના ઝડપી બોલર કગીસો રબાડા પાંસળીની ઇજાને કારણે ભારત સામેની પ્રથમ ટેસ્ટમાંથી બહાર થઈ ગયો હતો. રબાડા કોઈ પણ ખેલાડીની ગેરહાજરી છતાં મુશ્કેલીઓનો સામનો કરવાની અને જીતનો માર્ગ શોધવાની તેમની ટીમની ક્ષમતાથી પ્રભાવિત છે.
દક્ષિણ આફ્રિકાએ રવિવારે અહીં રમાયેલી પ્રથમ ટેસ્ટમાં ભારતને ત્રણ દિવસમાં 30 રનથી હરાવ્યું હતું. છેલ્લા 15 વર્ષમાં ભારતની ધરતી પર દક્ષિણ આફ્રિકાનો આ પહેલો વિજય હતો, જેનાથી તેમણે બે મેચની શ્રેણીમાં 1-0ની અજેય લીડ મેળવી હતી.
આપણ વાચો: ઑસ્ટ્રેલિયા સામે પ્રથમ ટેસ્ટ રમી રહેલા આ ભારતીય ખેલાડીને કોઈએ ન ખરીદ્યો, જુઓ અનસૉલ્ડ લિસ્ટ…
રબાડાએ ક્રિકેટ સાઉથ આફ્રિકા દ્ધારા શેર કરવામાં આવેલા એક વીડિયોમાં કહી રહ્યો છે કે “તેનાથી કોઈ ફેર નથી પડતો કે કોણ બહાર બેસે છે, અમે તો પણ જીતવાનો માર્ગ શોધીશું. કેપ્ટન બાવુમા એ આપણા માટે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે, પરંતુ તે દરેક મેચમાં રમી શક્યો નથી. હું પણ આ મેચમાં રમી શક્યો નહીં.”
પાકિસ્તાનમાં ઈજાને કારણે બે ટેસ્ટ ગુમાવ્યા બાદ બાવુમાએ પ્લેઈંગ ઈલેવનમાં વાપસી કરી હતી. પાકિસ્તાન સામેની પહેલી મેચ હાર્યા બાદ દક્ષિણ આફ્રિકાએ શાનદાર વાપસી કરી અને શ્રેણી 1-1થી બરાબર કરી હતી. રબાડાએ કહ્યું હતું કે, “તેનાથી કોઈ ફેર પડતો નથી, જે પણ મેદાનમાં ઉતરે છે, અમારું માનવું છે કે તેઓ પોતાની ભૂમિકા સારી રીતે ભજવી શકે છે.”
આપણ વાચો: પ્રથમ ટેસ્ટ માટે ભારતની યંગ-ઇલેવન, રેડ્ડી-રાણાનું ડેબ્યૂ
દક્ષિણ આફ્રિકા અહીં પિચ પર અસમાન ઉછાળો અને ટર્ન પર જીત મેળવવામાં સફળ રહ્યું. રબાડાએ દક્ષિણ આફ્રિકાના ખેલાડીઓના વ્યક્તિગત પ્રદર્શનની પ્રશંસા કરી જેમાં કેપ્ટન બાવુમાના બીજા દાવમાં 55 રનનો સમાવેશ થાય છે.
રબાડાએ કહ્યું હતું કે, “એડન (માર્કરામ) અને (રિયાન) રિકેલ્ટને અમને પ્રથમ દાવમાં સારી શરૂઆત અપાવી હતી. માર્કો (યાનસેન) સારી રીતે રમ્યો. બધાએ યોગદાન આપ્યું છે અને તે જ આ ટીમની ઓળખ છે.” રબાડા 22 નવેમ્બરથી ગુવાહાટીમાં શરૂ થનારી બીજી ટેસ્ટમાં રમી શકશે કે નહીં તે હજુ સુધી નિશ્ચિત નથી.



