સ્પોર્ટસ

પી.વી. સિંધુની ધમાકેદાર વાપસી: ઇન્ડિયા ઓપનમાં રમતા પહેલા ઈજા અંગે કરી સ્પષ્ટતા

માનસિક રીતે પણ મે બ્રેક લીધો કારણ કે તે ખૂબ જરૂરી હતો

નવી દિલ્હીઃ ભારતની સ્ટાર મહિલા બેડમિન્ટન ખેલાડી પી.વી. સિંધુ અહીં શરૂ થઈ રહેલી યોનેક્સ સનરાઇઝ ઇન્ડિયા ઓપન સુપર 750માં રમતી જોવા મળશે. બે વખતની ઓલિમ્પિક મેડલ વિજેતાને પગમાં ઈજાના કારણે ઓક્ટોબરથી બીડબલ્યુએફ ટુનામેન્ટમાંથી હટી જવું પડ્યું હતું.

તેણે પત્રકારો સાથે વાત કરતા જણાવ્યું હતું કે માનસિક રીતે પણ મે બ્રેક લીધો કારણ કે તે ખૂબ જરૂરી હતો. જ્યારે તમે ઈજાગ્રસ્ત થાવ છો ત્યારે તે તમે ક્યાં છો અને શું થવાનું છે તેના સંદર્ભમાં પણ અસર કરે છે. શું તમે 100 ટકા સ્વસ્થ થઈને વાપસી કરશો? તમારા મનમાં ઘણા પ્રશ્નો છે જ્યાં તમે તેના માટે જવાબદાર છો. તેનાથી મને વધુ મજબૂત અને સારી રીતે વાપસી કરવામાં મદદ મળી હતી.”

સિંધુને પગમાં ઈજા થઈ હતી. તેણે કહ્યું હતું કે બેડમિન્ટનમાં ફૂટવર્ક મહત્વનું છે. તમારે તમારા પગ પર ઝડપી રહેવાની જરૂર છે, તેથી પાછા ફરતા પહેલા યોગ્ય રીતે સ્વસ્થ થવું જરૂરી હતું. હું ખાતરી કરવા માંગતી હતી કે હું સંપૂર્ણપણે ઈજામાંથી મુક્ત થઈ જાઉં અને ટુનામેન્ટમાં 100 ટકા આપી શકું. ઓફ-સીઝન દરમિયાન સિંધુએ સ્ટ્રેન્થ અને કન્ડીશનીંગ કોચ વેઇન લોમ્બાર્ડ સાથે કામ ફરી શરૂ કર્યું હતું. સિંધુએ કહ્યું હતું , “મેં તેમની સાથે અગાઉ ઓલિમ્પિક્સ પહેલાં અને દરમિયાન કામ કર્યું હતું અને અમે ઈજા પછી તરત જ બે મહિના પહેલા સાથે તાલીમ ફરી શરૂ કરી હતી. અત્યાર સુધી વસ્તુઓ સારી રીતે ચાલી રહી છે.”

આ પણ વાંચો: સિંધુનું ધમાકેદાર કમબૅકઃ સાત્વિક-ચિરાગની જોડીએ પણ ચાઇનીઝ તાઇપેઇના હરીફોને આસાનીથી હરાવ્યા

સિંધુએ કહ્યું કે તેણીએ રિહેબિલિટેશન દરમિયાન એટલાન્ટામાં થોડો સમય પણ વિતાવ્યો હતો. બ્રેક દરમિયાન હું અમેરિકા ગઈ હતી. તેમાં રિકવરી અને પરિવાર સાથે સમય વિતાવ્યો હતો. ઉત્તમ ટ્રેનર્સ અને ફિઝિયો સાથે કામ કર્યું હતું.

સિંધુએ ડિસેમ્બરના મધ્યમાં જ સંપૂર્ણ તાલીમ શરૂ કરી હતી. તેને સૈયદ મોદી ઇન્ટરનેશનલમાં વાપસી કરવાની શરૂઆતની યોજના રદ કરવી પડી, કારણ કે તે ઉતાવળ કરવા માંગતી ન હતી. તેણીએ મલેશિયા ઓપન સુપર 1000માં વાપસી કરી અને સેમિફાઈનલ સુધી પહોંચી હતી. ઓગસ્ટમાં ઘરઆંગણે વર્લ્ડ ચેમ્પિયનશિપ અને એશિયન ગેમ્સ યોજાવાની છે, જે તક અને દબાણ બંને લાવશે.

સિંધુએ કહ્યું કે બીડબલ્યૂએફ એથ્લેટ્સ કમિશનના અધ્યક્ષ તરીકે ચૂંટાયા પછી વધારાની જવાબદારી આવે છે. તેમાં ખેલાડીઓ શું વિચારી રહ્યા છે અને શું અનુભવી રહ્યા છે તે સમજવાનો સમાવેશ થાય છે, પછી ભલે તે પ્રેક્ટિસની પરિસ્થિતિઓ, મેચની પરિસ્થિતિઓ હોય. વર્કલોડ મેનેજમેન્ટ ખેલાડીઓ દ્વારા ઉઠાવવામાં આવતી સૌથી મોટી ચિંતાઓમાંની એક છે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button