પ્રીતિ ઝિન્ટાના કહેવા પર બદલવામાં આવ્યો પ્લેયર ઓફ ધ મેચ, આ ખેલાડીએ કર્યો મોટો દાવો

મુંબઈ: IPL 2025 માં શાનદાર પ્રદર્શન કરીને પંજાબ કિંગ્સ(PBKS)ની ટીમ ફાઈનલમાં પહોંચી હતી, પરંતુ ફાઈનલ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ(RCB) સામે હારી ગઈ હતી. PBKS ટીમની કો-ઓનર પ્રીતિ ઝિન્ટા પણ IPL 2025 દરમિયાન ચર્ચામાં રહી, પ્રીતિ ઝિન્ટાએ ટીમના દરેક મેચ દરમિયાન સ્ટેડિયમમાં હાજર રહી ખેલાડીઓનો જુસ્સો વધાર્યો હતો. એવામાં PBKSના એક ખેલાડીએ પ્રીતિ ઝિન્ટા અંગે મોટો ખુલાસો કર્યો છે. ખુલાસો કરવામાં આવ્યો કે એક IPL મેચમાં પ્રીતિ ઝિન્ટાના કહેવા પર પ્લેયર ઓફ ધ મેચ બદલાવામાં આવ્યો હતો.
PBKSના ખેલાડી સંદીપ શર્માએ ઇન્ટરવ્યુ દરમિયાન ખુલાસો કર્યો કે બેંગલુરુમાં યોજાયેલી એક IPL મેચમાં પ્રીતિ ઝિન્ટાના કહેવા પર પ્લેયર ઓફ ધ મેચ બદલવામાં આવ્યો હતો.
સંદીપ શર્માએ કહ્યું, ‘બેંગ્લોરમાં યોજાયેલી RCB સામેની મેચમાં મેં વિરાટ કોહલી, એબી ડી વિલિયર્સ અને ક્રિસ ગેલને આઉટ કર્યા હતા. પરંતુ એ મેચમાં અક્ષર પટેલ પ્લેયર ઓફ ધ મેચ બનવાનો હતો કારણ કે તેણે બે વિકેટ લેવાની સાથે 25 રન પણ બનાવ્યા હતા. પરંતુ પ્રીતિ ઝિન્ટાએ રવિ શાસ્ત્રીને કહ્યું કે પ્લેયર ઓફ ધ મેચ સેન્ડી (સંદીપ શર્મા)બનાવો જોઈએ.’
ટીમને ફાઈનલમાં પહોંચાડવી એનો મતલબ એ નથી…:
ઈન્ટરવ્યું દરમિયાન સંદીપ શર્માએ શ્રેયસ ઐયરને ઇન્ડિયન ક્રિકેટ ટીમનો કેપ્ટન ન બનાવવા અંગે પણ મંતવ્ય આપ્યું. તેણે કહ્યું કે ટીમને IPL ફાઇનલમાં પહોંચાડવી એનો અર્થ એ નથી કે તમે ભરતીય ટીમના કેપ્ટન બની શકો. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ એક અલગ પડકાર છે.
તેણે કહ્યું કે સૂર્યકુમાર યાદવ કોઈ IPL ટીમની કેપ્ટનશીપ કરી રહ્યો નથી, તેથી તેનો અર્થ નથી કે એ ભારતીય ટીમનો કેપ્ટન ન હોઈ શકે. ભારતીય ટીમ સંપૂર્ણપણે અલગ ટીમ છે, એ સમજવું જોઈએ.
આપણ વાંચો: એશિયા કપમાં કમબેક પહેલા હાર્દિક પંડ્યાનો નવો લૂક; ચાહકોએ આ ખેલાડી સાથે સરખામણી કરી