સુપર સેટરડે કોનો? મનુ ભાકર પર સૌની નજર
દીપિકા-ભજન કૌર પણ મેડલ માટે દાવેદાર
પૅરિસ: ઑલિમ્પિક ગેમ્સમાં શનિવારે છ રમતમાં ભારતીય સ્પર્ધકો હરીફ દેશોના સ્પર્ધકોને પડકારશે, પરંતુ એમાં ખાસ કરીને સૌની નજર નિશાનબાજ મનુ ભાકર અને તીરંદાજ દીપિકા કુમારી અને ભજન કૌર પર રહેશે.
મનુ ભાકર 10 મીટર ઍર પિસ્તોલમાં બે બ્રૉન્ઝ જીતી ચૂકી છે અને હવે શનિવારે પચીસ મીટર ઍર પિસ્તોલ ઇવેન્ટમાં પણ મેડલ જીતવા હરીફોને પડકારશે. શુક્રવારે તેણે ક્વૉલિફિકેશન અને પ્રીસિઝનમાં ખૂબ જ સારું પર્ફોર્મ કર્યું હતું અને હવે ફાઇનલમાં પરચો બતાડવા તૈયાર થઈ ગઈ છે. તેણે પચીસ મીટર ઍર પિસ્તોલમાં જીતીને જ આ ઑલિમ્પિક્સમાં ભાગ લેવા માટેનો ક્વોટા (પાત્રતા) હાંસલ કર્યો હોવાથી તે આ ઇવેન્ટમાં હવે ઐતિહાસિક મેડલ મેળવવા કમર કસી રહી છે.
આ પણ વાંચો: ભારતીય હૉકી ટીમની કમાલ, ઑસ્ટ્રેલિયાને બાવન વર્ષે ઑલિમ્પિક્સમાં હરાવ્યું
શૂટિંગની જેમ તીરંદાજીમાં પણ ભારતીય તીરંદાજો મોટી મોટી આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં મેડલ-વિનિંગ પર્ફોર્મ કરી ચૂક્યા હોવાથી હવે ઑલિમ્પિક્સનો મેડલ તેમનાથી દૂર નથી.
શનિવારે ભારતીયોનો શેમાં પડકાર?
ગૉલ્ફ
-મેન્સ રાઉન્ડ-3, શુભાંકર શર્મા અને ગગનજીત ભુલ્લર, બપોરે 12.30
શૂટિંગ
-સ્કીટ મેન્સ, ક્વૉલિફિકેશન, દિવસ-2, બપોરે 12.30
-સ્કીટ વિમેન્સ, ક્વૉલિફિકેશન, દિવસ-1, મહેશ્ર્વરી ચૌહાણ, રઇઝા ધિલ્લોન, બપોરે 1.00
-વિમેન્સ પચીસ મીટર પિસ્તોલ (મેડલ રાઉન્ડ), મનુ ભાકર, બપોરે 1.00
તીરંદાજી
-વિમેન્સ ઇન્ડિવિજ્યૂઅલ (1/8 એલિમિનેશન્સ), ભારત (દીપિકા કુમારી) વિરુદ્ધ મિશેલ ક્રૉપેન (જર્મની), બપોરે 1.52
-વિમેન્સ ઇન્ડિવિજ્યૂઅલ (1/8 એલિમિનેશન્સ), ભજન કૌર વિરુદ્ધ ડિયાનન્ડા ચોઇરુનિસા, બપોરે 2.05
-ગોલ્ડ મેડલ મૅચ, સાંજે 6.16
બૉક્સિગં
-મેન્સ વેલ્ટરવેઇટ (ક્વૉર્ટર ફાઇનલ), નિશાંત દેવ વિરુદ્ધ માર્કો વેર્ડે (મેક્સિકો), મધરાત બાદ 12.18
સેઇલિંગ
-મહિલા ડિન્ગી રેસ-5, નેત્રા કુમાનન, સાંજે 5.55
-મહિલા ડિન્ગી રેસ-6, નેત્રા કુમાનન
-પુરુષ ડિન્ગી રેસ-5, વિષ્ણુ સર્વનન, બપોરે 3.45
-પુરુષ ડિન્ગી રેસ-6, વિષ્ણુ સર્વનન
ઍથ્લેટિક્સ
-પુરુષ વર્ગ, ગોળા ફેંક (ફાઇનલ), રાત્રે 11.05
પૅરિસ ઑલિમ્પિક્સનું મેડલ-ટેબલ
દેશ ગોલ્ડ સિલ્વર બ્રૉન્ઝ કુલ
ચીન 12 7 7 26
અમેરિકા 9 16 14 39
ફ્રાન્સ 8 11 9 28
ગ્રેટ બ્રિટન 8 8 8 24
ઑસ્ટ્રેલિયા 8 6 5 19
જાપાન 8 3 5 16
સાઉથ કોરિયા 6 3 3 12
ઇટલી 5 8 4 17
નેધરલૅન્ડ્સ 4 2 2 8
કૅનેડા 3 2 4 9
ભારત 0 0 3 3