‘ઑલ્ડેસ્ટ’ જૉકોવિચ પહેલી વાર જીત્યો ઑલિમ્પિક ગોલ્ડ મેડલ
પૅરિસ: ટેનિસના સૌથી વધુ 24 ગ્રૅન્ડ સ્લૅમ ટાઇટલ જીતી ચૂકેલો સર્બિયાનો નોવાક જૉકોવિચ ઘણા વર્ષોથી ઑલિમ્પિક ગેમ્સના ગોલ્ડ મેડલ માટે ઝંખતો હતો અને એ મેળવવાનું સપનું તેણે રવિવારે પૂરું કર્યું હતું.
2008ની ઑલિમ્પિક્સમાં બ્રૉન્ઝ મેડલ જીતનાર જૉકોવિચે પૅરિસ ઑલિમ્પિક્સની ફાઇનલમાં સ્પેનના કાર્લોસ અલ્કારાઝને 7-3, 7-2થી હરાવી દીધો હતો.જૉકોવિચ 37 વર્ષનો છે. તે 1908ની સાલ પછી ટેનિસમાં સિંગલ્સનો ગોલ્ડ મેડલ જીસૌથી વધુ અઠવાડિયા સુધી વર્લ્ડ નંબર-વનની રૅન્ક પર રહી ચૂકેલો જૉકોવિચ અગાઉ ત્રણ ગોલ્ડ મેડલ વિજેતા ખેલાડી સામે હારી ચૂક્યો છે.
રાફેલ નડાલ 2008ની ઑલિમ્પિક્સમાં, ઍન્ડી મરે 2012માં અને ઍલેક્ઝાંડર ઝવેરેવ 2021માં વિજેતા બન્યો હતો. હવે જૉકોવિચે પોતાના આ ત્રણ જૂના હરીફો જેવી જ મોટી સિદ્ધિ મેળવી છે. તે ઑલિમ્પિક્સની ટેનિસનો નવો ચૅમ્પિયન ખેલાડી છે.
જો અલ્કારાઝે જૉકોવિચને હરાવ્યો હોત તો તે યંગેસ્ટ ગોલ્ડ મેડલ વિજેતા બન્યો હોત, પરંતુ તેના સ્થાને જૉકોવિચે ઑલ્ડેસ્ટ વિનર તરીકેની ખ્યાતિ મેળવી છે.