એક માણસ બહારથી એફિલ ટાવર પર ચડી ગયો, આખું ટાવર ખાલી કરાવાયું!
પૅરિસ: રવિવારે પૅરિસ ઑલિમ્પિક્સની ક્લોઝિંગ સેરેમનીના થોડા કલાકો પહેલાં એક માણસ બહારથી જગવિખ્યાત એફિલ ટાવર પર ચડી જતાં ટાવરની આસપાસ બૂમાબૂમ થઈ ગઈ હતી.
શર્ટ વગરનો આ માણસ ટાવર પર ટિંગાળવામાં આવેલી ઑલિમ્પિક્સની પ્રતીકરૂપી પાંચ રિંગની ઉપરના ભાગ સુધી પહોંચી ગયો હતો.
એફિલ ટાવર 330 મીટર (1,083 ફૂટ) ઊંચો છે અને આ અજાણ્યો માણસ ઘણે ઊંચે સુધી ગયો ત્યાં સુધી ટાવરની આસપાસના સિક્યૉરિટી ગાર્ડસનું ધ્યાન સુધ્ધાં નહોતું ગયું.
આ માણસ કઈ જાતિનો અને મૂળ કયા દેશનો હતો એ જાણી નહોતું શકાયું, પરંતુ તેના ઉપર સુધી જવાને પગલે ધ્યાન પડતાં જ સલામતી રક્ષકોએ આખું ટાવર ખાલી કરાવ્યું હતું.
આ પણ વાંચો: પૅરિસ ઑલિમ્પિક્સમાં ગોલ્ડની આશા છે? નહીં, ભારત માટે હવે ‘ધી એન્ડ’
26 જુલાઈની ઓપનિંગ સેરેમની વખતે એફિલ ટાવરને આવરી લેવાયું હતું, પરંતુ ક્લોઝિંગ સેરેમનીમાં આ ટાવરને આવરી લેવાનો આયોજકોનો કોઈ પ્લાન નહોતો, પરંતુ એના પર આ ઘટના બનતાં લોકોમાં ડર પેસી ગયો હતો. ઑલિમ્પિક્સની શરૂઆતમાં પૅરિસમાં આંદોલનકારીઓએ ટ્રેન વ્યવહાર ખોરવી નાખવા મેટ્રો સ્ટેશનો પર દેખાવો કર્યા હતા.
એફિલ ટાવરમાં 200, 400 અને 900 ફૂટ એમ ત્રણ લેવલ છે અને મોટા ભાગના લેવલમાં પર્યટકો જઈ શકે છે. આ ટાવરમાં એલિવેટર અને પગથિયાં, બન્ને છે.
પેરિસ અને એની આસપાસના ભાગોમાં ઑલિમ્પિક્સની વ્યવસ્થાના ભાગરૂપે કુલ 30,000 પોલીસ ગોઠવવામાં આવ્યા છે. તેમની સાથે સૈનિકો અને કમાન્ડોને પણ તૈનાત કરાયા છે.
પૅરિસ ઑલિમ્પિક્સમાં કોના કેટલા મેડલ?
રૅન્ક | દેશ | ગોલ્ડ | સિલ્વર | કાંસ્ય | કુલ |
1 | ચીન | 40 | 27 | 24 | 91 |
2 | અમેરિકા | 39 | 44 | 42 | 125 |
3 | જાપાન | 20 | 12 | 13 | 45 |
4 | ઑસ્ટ્રેલિયા | 18 | 19 | 16 | 53 |
5 | ફ્રાન્સફ્રાન્સ | 16 | 25 | 22 | 63 |
6 | નેધરલૅન્ડ્સ | 15 | 7 | 12 | 34 |
7 | ગ્રેટ બ્રિટન | 14 | 22 | 29 | 65 |
8 | સાઉથ કોરિયા | 13 | 9 | 10 | 32 |
9 | ઇટલી | 12 | 13 | 15 | 40 |
10 | જર્મની | 12 | 13 | 8 | 33 |
62 | પાકિસ્તાન | 1 | 0 | 0 | 1 |
71 | ભારત | 0 | 1 | 5 | 6 |