ઓલિમ્પિકનો અનુભવ ભવિષ્યમાં આગળ વધવામાં મદદ કરશે, કોણે કહ્યું?
પેરિસ: ભારતની મહિલા શૂટર રમિતા જિંદાલ (Indian female shooter Ramita Jindal) 10 મીટર એર રાઈફલ ઈવેન્ટની ફાઇનલમાં 145.3 પોઈન્ટ સાથે સાતમા સ્થાને રહી હતી. તે અંતિમ ચારમાં રહેવામાં નિષ્ફળ રહી હતી. આ સાથે તે મેડલ જીતવાથી ચૂકી ગઇ હતી. પેરિસ ઓલિમ્પિકમાં ડેબ્યૂ કરનાર રમિતાએ કહ્યું હતું કે તેની હાર તેના માટે શીખવાનો અનુભવ હશે અને તેને ‘વધુ આગળ વધવામાં’ મદદ કરશે.
રમિતાએ મીડિયાને કહ્યું હતું કે ‘હું આ ઓલિમ્પિક અભિયાનને પ્રેમથી યાદ રાખીશ, કારણ કે હું પ્રથમ વખત ઓલિમ્પિક રમી રહી હતી. હું માનું છું કે તેણે (ઓલિમ્પિક) મને ઘણું શીખવ્યું છે. તે મારા માટે એક મહાન પ્લેટફોર્મ હતું. આ એવો અનુભવ હતો જે મને આગળ વધવામાં મદદ કરશે.
આ પણ વાંચો: પેરિસ ઓલિમ્પિક્સમાં ભાંગડા કરી નીતા અંબાણીએ જમાવી દીધો રંગ
20 વર્ષની રમિતાએ ભારત પરત ફર્યા પછી તેની શું યોજનાઓ છે તે પણ જણાવી હતી. રમિતાએ કહ્યું હતું કે કોઈ ચોક્કસ પ્લાન નથી. પહેલા તો હું ઘરે જઈશ કારણ કે ઘરે ગયાને ઘણો સમય થઈ ગયો છે. હું લાંબા સમયથી મારા પરિવારને મળી નથી. હું તેમની સાથે સમય વિતાવીશ અને પછી મારી વ્યૂહરચના નક્કી કરીશ.