પેરિસ ઓલિમ્પિક્સ ૨૦૨૪સ્પોર્ટસ

ઓલિમ્પિકમાં ક્રિકેટને સામેલ કરવા પર રાહુલ દ્રવિડે કહ્યું કે…

પેરિસ: ઓલિમ્પિકમાં ક્રિકેટને સામેલ કરવાના સમર્થક ગણાતા ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કોચ અને અનુભવી બેટ્સમેન રાહુલ દ્રવિડે કહ્યું કે ક્રિકેટરો આ રમતોનો ભાગ બનવા માટે ખૂબ જ ઉત્સાહિત છે અને તેમણે કહ્યું હતું કે દુનિયાના સૌથી મોટા ખેલ મહાકુંભમાં રમવાને લઇને “ડ્રેસિંગ રૂમમાં ગંભીર” વાતચીત સાંભળી હતી.

2028માં લોસ એન્જલસમાં યોજાનારી ઓલિમ્પિક ગેમ્સમાં ક્રિકેટનો સમાવેશ કરવામાં આવ્યો છે. દ્રવિડ આ સંદર્ભમાં’ ઓલિમ્પિકમાં ક્રિકેટઃ એક નવા યુગની શરૂઆત’ વિષય પર પેનલ ચર્ચામાં ભાગ લેવા માટે ફ્રાન્સની રાજધાનીમાં છે.
ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન અને કોચ દ્રવિડે કહ્યું હતું, “મેં આ સંબંધમાં ડ્રેસિંગ રૂમમાં ગંભીર ચર્ચાઓ સાંભળી છે.

લોકો 2026માં યોજાનાર ટી-20 વર્લ્ડ કપ અને 2027માં યોજાનાર વન-ડે વર્લ્ડ કપની સાથે 2028ની ઓલિમ્પિક ગેમ્સની પણ ચર્ચા કરી રહ્યા છે. મેં તેમને એમ કહેતા સાંભળ્યા છે કે 2028માં ઓલિમ્પિક્સ છે.

આ પણ વાંચો: પેરિસ ઓલિમ્પિક્સમાં ભાંગડા કરી નીતા અંબાણીએ જમાવી દીધો રંગ

તેમણે કહ્યું હતું કે ક્રિકેટરો પણ ગોલ્ડ મેડલ જીતવા માંગે છે, પોડિયમ પર ઉભા રહેવા માંગે છે, અને ગેમ વિલેજનો ભાગ બનવા માંગે છે, એક મોટા રમતગમતના આયોજનનો ભાગ બનવા માંગે છે અને આટલા બધા ખેલાડીઓ સાથે વાતચીત કરવા માંગે છે.

દ્રવિડે કહ્યું હતું કે “મને ખાતરી છે કે જ્યારે આગામી ઓલિમ્પિક નજીક હશે ત્યારે ક્રિકેટરો તેના માટે તૈયારી કરતા હશે. તેઓ તેને ગંભીરતાથી લેશે અને ખેલાડીઓ ત્યાં પહોંચવા માટે સખત મહેનત કરશે. ઈન્ડિયા હાઉસમાં અહીં ચર્ચા દરમિયાન આ મહાન બેટ્સમેન સાથે ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી)ના સીઈઓ જ્યોફ એલાર્ડિસ પણ હાજર હતા. દ્રવિડે આશા વ્યક્ત કરી હતી કે ચાર વર્ષ બાદ યોજાનારી ઓલિમ્પિક ગેમ્સમાં ભારત પુરૂષ અને મહિલા બંને કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીતશે.

ભારતને ટી-20 વર્લ્ડ કપ જીતાડ્યા બાદ મુખ્ય કોચ પદ છોડી દેનારા દ્રવિડે મજાકમાં કહ્યું હતું કે, દુર્ભાગ્યવશ હું ઓલિમ્પિકમાં રમી શકીશ નહીં, પરંતુ હું ત્યાં રહેવાનો તમામ પ્રયાસ કરીશ. જો બીજું કંઈ નહીં તો હું મીડિયા પર્સન તરીકે હાજર રહેવાનો પ્રયત્ન કરીશ. રાહુલ દ્રવિડે ટી20 વર્લ્ડ કપ દરમિયાન અમેરિકામાં સવારના સમયમાં મેચ રમાડવાના નિર્ણયનો પણ બચાવ કર્યો અને કહ્યું કે તેમાં કોઈ સમસ્યા નથી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
પિંક હાઈ થાઈસ્લિટ ગાઉનમાં બાર્બી ડોલ બનીને એક્ટ્રેસે બિખેર્યો હુસ્નનો જાદુ, જોઈને બોલી ઉઠશો… દુનિયાની ટોપ 50 બેસ્ટ ડિશમાં આટલામાં નંબર પર છે ઈન્ડિયન ડિશ, નામ સાંભળશો તો… ડાયાબિટસના દર્દીઓએ મેથીના દાણા કે મેથીનું પાણી પીવું ફાયદાકારક છે નહીં? સામાન્ય દેખાતા આ પાન છે ઔષધીય ગુણોથી ભરપૂર, એક વખત ખાવાના ફાયદા સાંભળશો તો…