સ્પોર્ટસ

ફાસ્ટ બોલિંગમાં 6 વર્ષની પાકિસ્તાની બાળકીએ માર્યો શાનદાર શોર્ટ, વાયરલ વીડિયો જોઈ યુઝર્સે કર્યા વખાણ

ઇસ્લામાબાદ: પાકિસ્તાનની એક નાની છોકરી તેના અદ્ભુત ક્રિકેટ કૌશલ્યને કારણે ઇન્ટરનેટ પર છવાઈ ગઈ છે. સોનિયા નામની આ 6 વર્ષની છોકરીનો એક વીડિયો વાયરલ થયો છે, જેમાં તે ઘરની છત પર બેટિંગ કરતી જોવા મળે છે. તેની શક્તિશાળી અને સચોટ કવર ડ્રાઇવ જોઈને લોકો તેના વખાણ કરી રહ્યા છે અને તેની સરખામણી ભારતીય ક્રિકેટર વિરાટ કોહલી સાથે કરી રહ્યા છે.

આશ્ચર્યચકિત કરનારો વાઈરલ વીડિયો

આ વાઈરલ વીડિયોમાં સોનિયા તેના પિતા સાથે ક્રિકેટ રમતી જોવા મળે છે. તેના પિતા તેને ઝડપી બોલિંગ કરી રહ્યા છે અને તે એક પછી એક શાનદાર શોટ મારી રહી છે. તેની બેટિંગમાં કવર ડ્રાઈવ ખાસ કરીને પ્રશંસાને પાત્ર છે, કારણ કે આ શોટ પર વિરાટ કોહલીની મહારત જોવા મળે છે. નાની ઉંમરમાં આવી ટેકનિક અને શક્તિ દર્શાવવાથી ક્રિકેટ ચાહકો આશ્ચર્યચકિત થઈ ગયા છે.

soniacirctar નામના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ વીડિયો શેર કરવામાં આવ્યો છે. અત્યારસુધી આ વીડિયોને લાખો લોકો જોઈ ચૂક્યા છે. વીડિયોના કોમેન્ટ સેક્શનમાં સોશિયલ મીડિયા યુઝર્સ આ નાની બાળકીની પ્રતિભાની પ્રશંસા કરી રહ્યા છે. એક યુઝરે કમેન્ટમાં લખ્યું, “આ છોકરી બધા પાકિસ્તાની ખેલાડીઓ કરતાં વધુ સારી રીતે રમે છે.” અન્ય એક યુઝરે કહ્યું કે પાકિસ્તાનની વર્તમાન ટીમને બદલે આ છોકરીને મેચ રમવા મોકલવી જોઈએ, કારણ કે કદાચ તે તેમના માટે એક-બે મેચ જીતી શકે.

ઉલ્લેખનીય છે કે, નાનકડી પાકિસ્તાની બાળકીના આ વીડિયોએ માત્ર સોશિયલ મીડિયા પર જ નહીં, પરંતુ સમગ્ર ક્રિકેટ જગતમાં પણ ચર્ચા જગાવી છે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button