પાકિસ્તાનમાં પ્લેયર ઓફ ધ મેચને ‘બકરો’ ભેટમાં મળ્યો! જુઓ વીડિયો…

કરાચી: છેલ્લા કેટલાક વર્ષોથી પાકિસ્તાન ક્રિકેટ સતત વિવાદમાં રહ્યું છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ(PCB) આર્થિક રીતે પાયમાલ થઇ ગયું છે અને મેનેજમેન્ટમાં પણ મતભેદો ખુલીને સામે આવ્યા છે. પાકિસ્તાની ક્રિકેટ ટીમનું પ્રદર્શન પણ ખાડે ગયું છે, ત્યારે સોશિયલ મીડિયા પર એક વિડીયો શેર કરવામાં આવ્યો છે, જેમાં દર્શાવવામાં આવ્યું છે કે પાકિસ્તાનમાં પ્લેયર ઓફ ધ મેચ બનવા બદલ ખેલાડીઓ એક બકરો અને તેલની બે બોટલ આપવામાં આવે છે.
સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલા એક વિડીયોમાં જોવા મળે છે કે એક ખેલાડી પાકિસ્તાન નેશનલ ક્રિકેટ ટીમની સત્તાવાર જર્સી પહેરીને મેદાનમાં ઉભો છે, મેચ બાદ થતી પ્રેઝન્ટેશન સેરેમની ચાલી રહી છે. ખેલાડીને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવે છે. મેચ બાદ પ્લેયર ઓફ ધ મેચને ટ્રોફી અને લાખો રૂપિયાનો ચેક અપવામાં આવે છે. પરંતુ આ વિડીયોમાં જોવા મળે છે કે ખેલાડીને સફેદ કલરનો એક બકરો અને બે બોટલ તેલ આપવામાં આવે છે.
શું છે વિડીયોની હકીકત:
આ વિડીયોની તપાસ કરતા જણાય છે કે આ વીડિયો આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સ(AI) ટૂલની મદદથી બનાવવામાં આવ્યો છે, હકીકતે પાકિસ્તાનમાં આવી કોઈ પ્રથા નથી. નોંધનીય છે કે PCB અને પાકિસ્તાની ખેલાડીઓ સતત ભારતીય મીમર્સની નજરમાં જ હોય છે, આવા જ કોઈ મીમર્સે આ વિડીયો બનાવ્યો હોઈ શકે છે.
ખેલાડીઓને હેર ડ્રાયર અને ટ્રીમર અપાયા:
આ વિડીયો તો જો કે AI જનરેટેડ છે, પરંતુ પાકિસ્તાન સુપર લીગ (PSL) દરમિયાન ખેલાડીઓને ખરેખર હાસ્યાસ્પદ ભેટો આપવામાં આવી હતી. કરાચી કિંગ્સ તરફથી રમતા જેમ્સ વિન્સને મુલતાન સુલ્તાન્સ સામેની સદી ફટકારવા બદલ હેર ડ્રાયર ભેટમાં આપવામાં આવ્યું હતું, ઓલરાઉન્ડર હસન અલીને ટ્રીમર ભેટમાં આપવામાં આવ્યું હતું. જેને કારણે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ ટ્રોલ થયું હતું.



