ઓવલ ટેસ્ટમાં રોમાંચક જીત બાદ ભારતીય ડ્રેસિંગ રૂમમાં ભાવુક ક્ષણો; ગૌતમ ગંભીરની આંખોમાં આંસુ

નવી દિલ્હી: એન્ડરસન-તેન્દુલકર ટ્રોફીની છેલ્લી અને પંચમી મેચ લંડનના ઓવલ સ્ટેડીયમ ખાતે રમાઈ હતી. આ રોમાંચક મેચમાં ભારતે ઇંગ્લેન્ડને 6 રને હરાવ્યું, આ મેચના છેલ્લા દિવસે નાટકીય ઉતાર ચચઢાવ જોવા મળ્યા હતાં. મેદાનમાં તણાવ ભર્યો માહોલ હતો, દર્શકોના શ્વાસ જાણે થંભી ગયા હતાં આ દરમિયાન ભારતીય ટીમના ડ્રેસિંગ રૂમમાં પણ સૌ બેચેન હતાં. ભારતીય ટીમે જીત મેળવતા જ ડ્રેસિંગ રૂમમાં જોરદાર ઉજવણી કરવામાં આવી હતી, ટીમના હેડ કોચ ગૌતમ ગંભીર ખુશીથી ઉછળી પડ્યા (Gautam Gambhir celebrate Indias win) હતાં, આ દરમિયાન તેમની આખો ભરાઈ આવી હતી.
BCCIએ મેચની છેલ્લી ક્ષણો દરમિયાનનો વિડીયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. જેમાં જોઈ શકાય છે કે જયારે ઇંગ્લેન્ડને જીત માટે 7 રનની જરૂર હતી અને ભારતને એક વિકેટની ત્યારે ડ્રેસિંગ રૂમમાં તણાવ ભર્યો માહોલ છે, ગંભીર બારીમાંથી બહાર ડોકિયું કરીને મેદાન પરના ખેલાડીઓને સુચના આપી રહ્યો છે.
થોડી વાર બાદ મોહમ્મદ સિરાજે એટ્કીન્સનની વિકેટ લેતા જ ગૌતમ ગંભીર ઉછળી પડ્યો અને કોચિંગ સ્ટાફને ભેટી પડ્યો. ઉતાર ચઢાવ બાદ ટેસ્ટ સીરીઝ ડ્રો થઇ જતાં સૌને રાહત થઇ હતી સાથે પંચમી મેચમાં રોમાંચક જીતની ઉજવણી કરી હતી.
વીડિયોના એક ભાગમાં જોવા મળે છે કે ગંભીર બોલિંગ કોચ મોર્ને મોર્કલને ભેટી પડે છે. આ દરમિયાન તેની આંખોમાં આંસુ પણ જોવા મળી રહ્યા છે, જેથી સામજી શકાય છે કે આ જીત તેમના માટે કેટલી મહત્વની હતી.
ભારતની જીત બાદ ગંભીરે X પર લખ્યું “અમે કેટલીક જીતીએ છીએ, ક્યારેક હારીએ છીએ …. પણ આપણે ક્યારેય હાર નથી માનતા! વેલ ડ બોયઝ!”
આપણ વાંચો: રોનાલ્ડોનું વૉલપેપર અને તેના જેવું સેલિબ્રેશન, સિરાજ બન્યો સરતાજ