સ્પોર્ટસ

નોર્વે ચેસ ટુર્નામેન્ટ: કાર્લસને ગુકેશને હરાવ્યો, અર્જુન એરિગૈસીનો વિજય

સ્ટાર્વેજર (નોર્વે): વિશ્વના નંબર વન ચેસ ખેલાડી મેગ્નસ કાર્લસને નોર્વે ચેસ ટુર્નામેન્ટના રોમાંચક પ્રથમ રાઉન્ડમાં વર્તમાન વર્લ્ડ ચેમ્પિયન ડી ગુકેશને હરાવીને પૂરા ત્રણ પોઈન્ટ મેળવ્યા હતા. પાંચ વખતના વર્લ્ડ ચેમ્પિયન 34 વર્ષીય કાર્લસન અને ગુકેશ વચ્ચેની આ મેચને ટુર્નામેન્ટની સૌથી મોટી મેચ માનવામાં આવી હતી.

ગુકેશે ચાર કલાકથી વધુ ચાલેલી ક્લાસિકલ ચેસ મેચ દરમિયાન મોટાભાગે નોર્વેના ડિફેન્ડિંગ ચેમ્પિયનને દબાણમાં રાખ્યો હતો, પરંતુ પછી ભારતીય ખેલાડીએ એક ભૂલ કરી જેનો લાભ ઉઠાવીને કાર્લસને 55 ચાલમાં જીત મેળવી હતી.

આ જીત સાથે કાર્લસને ત્રણ પોઈન્ટ મેળવ્યા અને હવે તે અમેરિકન ગ્રાન્ડમાસ્ટર અને વિશ્વના બીજા નંબરના ખેલાડી હિકારુ નાકામુરા સાથે બરાબરી કરી હતી. નાકામુરાએ પોતાના જ દેશના ચેસના ખેલાડી ફેબિયાનો કારુઆનાને હરાવ્યો હતો. ટુર્નામેન્ટમાં ભાગ લેનારા બીજા ભારતીય અર્જુન એરિગૈસીને આર્માગેડન ગેમમાં ચીનના નંબર વન ખેલાડી વેઇ યીને હરાવ્યો હતો. અગાઉ ક્લાસિકલ બાજી 54 ચાલમાં બરાબરી પર રહી હતી.

આ જીતથી એરિગૈસીને 1.5 પોઈન્ટ મળ્યા, જ્યારે વેઈને એક પોઈન્ટ મળ્યો હતો. ટુર્નામેન્ટની ક્લાસિકલ ફોર્મેટમાં સ્કોરિંગ સિસ્ટમ મુજબ વિજેતાને ત્રણ પોઈન્ટ મળે છે. જો ક્લાસિકલ રમત ડ્રો થાય છે તો ખેલાડીઓને એક-એક પોઈન્ટ મળે છે અને પછી આર્માગેડનમાં અડધા પોઈન્ટ માટે રમે છે. બીજા રાઉન્ડમાં એરિગૈઇસીનો મુકાબલો ગુકેશ સામે થશે.

દરમિયાન બે વખતની વર્લ્ડ રેપિડ ચેમ્પિયન કોનેરુ હમ્પીએ પોતાના દેશની આર વૈશાલી સામે નિર્ણાયક જીત નોંધાવી હતી. મેચ સરળતાથી ચાલી રહી હતી પરંતુ અંતે વૈશાલીએ એક ભૂલ કરી જેનો હમ્પીએ ફાયદો ઉઠાવ્યો અને જીત મેળવી હતી.

કાર્લસન અને ગુકેશ વચ્ચેનો મુકાબલો નિર્ણાયક ક્ષણો સુધી ચાલ્યો, જેમાં નોર્વેજીયન ખેલાડીએ સફેદ મોહરા સાથે રમીને અંતે તેના પ્રતિસ્પર્ધી પર દબાણ બનાવ્યું અને જીત મેળવી હતી. જોકે, કાર્લસનની શરૂઆત અપેક્ષા મુજબ નહોતી અને તેણે પણ પાછળથી તેનો સ્વીકાર કર્યો હતો.

કાર્લસને કહ્યું કે “મને હમણાં જ ખ્યાલ આવ્યો કે મને કંઈ ખબર નથી. મેં તેમને આશ્ચર્યચકિત કરવાનો પ્રયાસ કર્યો. હું હંમેશા જે રમત રમું છું તે જ રમત રમ્યો. આ ટુર્નામેન્ટમાં દરેક મેચ જીતવી સરળ નથી. વાસ્તવમાં બ્લેક મોહરા સાથે રમતા ગુકેશે 11મી ચાલ દ્વારા તેના વિરોધીના વ્હાઇટ મોહરાના ફાયદાને તટસ્થ કરી દીધો હતો, જ્યારે તેણે નોર્વેજીયન ખેલાડીને 15 મિનિટથી વધુ સમય માટે વિચારવા માટે મજબૂર કર્યો હતો.

પરંતુ 34 વર્ષીય કાર્લસન જેણે હવે રેપિડ અને બ્લિટ્ઝ અને તાજેતરમાં ફ્રીસ્ટાઇલ ચેસ જેવા ટૂંકા ફોર્મેટ રમવાનું શરૂ કર્યું છે. આ ટુર્નામેન્ટમાં ઓપન અને મહિલા કેટેગરીમાં ટોચના છ-છ ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે.

આ પણ વાંચો….તેજસ્વિનીએ તેજ ફેલાવ્યું, ગોલ્ડ જીતીને ભારતને ચીન કરતાં આગળ લાવી દીધું

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button