સ્પોર્ટસ

બદોની-પ્રિયાંશની જોડીએ ટી-20 ક્રિકેટમાં તોફાન મચાવી દીધું!

ભાગીદારીનો વર્લ્ડ રેકૉર્ડ બનાવ્યો, ગેઇલનો સિક્સરનો વિક્રમ તૂટ્યો અને છ છગ્ગા સાથે યુવીની બરાબરી પણ થઈ

નવી દિલ્હી: દિલ્હી પ્રીમિયર લીગ (ડીપીએલ)માં જાણે દરરોજ નવા વિક્રમો બની રહ્યા છે. શુક્રવારે અનુજ રાવત અને સુજલ સિંહે 241 રનની અતૂટ અને ટી-20 ફૉર્મેટની સેકેંડ-બેસ્ટ ઓપનિંગ પાર્ટનરશિપ નોંધાવી ત્યાર બાદ શનિવારે આયુષ બદોની (165 રન, 55 બૉલ, 19 સિક્સર, 8 ફોર) અને ઓપનર પ્રિયાંશ આર્યા (120 રન, 50 બૉલ, 10 સિક્સર, 10 ફોર)એ તો કમાલ જ કરી નાખી હતી.

તેમણે જોડીમાં 286 રન બનાવ્યા હતા અને ટી-20 ક્રિકેટના આખા ફૉર્મેટમાં કોઈ પણ વિકેટ માટેની આ સર્વશ્રેષ્ઠ ભાગીદારી છે. બદોની-પ્રિયાંશની જોડીએ સાઉથ દિલ્હી સુપરસ્ટાર્સને રોમાંચક વિજય અપાવ્યો હતો.

સુપરસ્ટાર્સ ટીમે 308/5ના તોતિંગ સ્કોર બાદ નોર્થ દિલ્હી સ્ટ્રાઇકર્સની ટીમને 112 રનથી હરાવી દીધી હતી. નોર્થ દિલ્હી ટીમ 20 ઓવરમાં આઠ વિકેટે 196 રન બનાવી શકી હતી.

બદોની-પ્રિયાંશની આ બેસ્ટ ભાગીદારી અગાઉ અણનમ 258 રનની વિક્રમજનક ભાગીદારી જાપાનના યામામોતો-કાદોવાકીના નામે હતી જે તેમણે ગયા ફેબ્રુઆરીમાં ચીન સામે નોંધાવી હતી.

સાઉથ દિલ્હી સુપરસ્ટાર્સ નામની ટીમનો સ્કોર શરૂઆતમાં 13/1 હતો, પરંતુ બદોની-પ્રિયાંશની 286 રનની પાર્ટનરશિપ સાથે સ્કોર 299/2 ઉપર પહોંચાડી દીધો હતો.

આ પણ વાંચો: વિમેન્સ પ્રીમિયર લીગઃ દિલ્હી કેપિટલ્સે યુપી વોરિયર્સને નવ વિકેટે હરાવ્યું

બદોની અને પ્રિયાંશે કુલ મળીને 29 સિક્સર ફટકારી હતી. સાઉથ દિલ્હીની ટીમે કુલ 31 સિક્સર ફટકારી જે હવે નવો વર્લ્ડ રેકૉર્ડ છે. આ ટીમે નેપાલનો 26 છગ્ગાનો રેકૉર્ડ તોડ્યો છે.

એકલા બદોનીએ 19 સિક્સર ફટકારી હતી અને એ સાથે તેણે એક ટી-20માં સૌથી વધુ 18 છગ્ગા ફટકારવાના ક્રિસ ગેઇલનો બાંગ્લાદેશ પ્રીમિયર લીગમાંનો સાત વર્ષ જૂનો વર્લ્ડ રેકૉર્ડ તોડી નાખ્યો હતો.

પ્રિયાંશે એક ઓવરમાં છ સિક્સર ફટકારીને યુવરાજ સિંહ, કીરૉન પોલાર્ડ તેમ જ નિકોલસ પૂરનની બરાબરી કરી હતી.
સુપરસ્ટાર્સના 308 રન ટી-20 ક્રિકેટમાં સેકન્ડ હાઇએસ્ટ ટીમ-સ્કોર છે. નેપાલનો મોંગોલિયા સામેનો 314/3નો સ્કોર ટી-20ના ઇતિહાસમાં સૌથી મોટો છે.

Show More

Related Articles

Back to top button
ભારતની શાન છે આ રેલવે સ્ટેશન, દેશ-વિદેશથી જોવા આવે છે પર્યટકો… આ પેટ્સ ફિલ્મના સ્ટાર્સ કરતા કમ નથી બીજી સપ્ટેમ્બરના શુક્ર કરશે નક્ષત્ર પરિવર્તન, આ રાશિના જાતકો થશે માલામાલ… Vitamin B12ના બેસ્ટ સોર્સ છે આ Fruits, આજથી જ શરુ કરી દો સેવન…