નવજોત સિંહ સિદ્ધુએ ગંભીર-અગરકરને હટાવવાની માંગ કરી? જાણો શું છે હકીકત

મુંબઈ: ગઈ કાલે સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે ભારતીય ટીમના પૂર્વ ક્રિકેટર અને કોમેન્ટેટર નવજોત સિંહ સિદ્ધુએ BCCIને હેડ કોચ ગૌતમ ગંભીર અને ચીફ સિલેક્ટર અજિત અગરકર હટાવવ માંગ કરી છે. હવે સિદ્ધુએ આ અંગે સ્પષ્ટતા કરી છે કે તેમણે આવું જોઈ નિવેદન આપ્યું નથી. તેમણે સોશિયલ મીડિયા પોસ્ટને ફેંક ન્યુઝ ગણાવી.
ઓસ્ટ્રેલિયા સામેની ત્રણ ODI મેચની સિરીઝની પહેલી મેચમાં ભારતીય ટીમની હાર થતાં, ભારતીય ક્રિકેટ ચાહકો નારાજ છે. નવા ODI કેપ્ટન શુભમન ગિલની આગેવાની હેઠળ પર્થના ઓપ્ટસ સ્ટેડિયમ રમાયેલી મેચમાં ભારતની સાત વિકેટથી હાર થઇ હતી. આ હારને કારણે ચેમ્પિયન્સ ટ્રોફી 2025થી ODIમાં ભારતીય ટીમની વિજય યાત્રાનો અંત આવ્યો છે.
સોશિયલ મીડિયા પોસ્ટમાં દાવો:
ભારતની હાર બાદ જોડ ઇન્સેન યુઝર નેમ સાથે X યુઝરે ગૌતમ ગંભીર અને અજીત અગરકરનો ફોટો પોસ્ટ કર્યો, જેની સાથે કેપ્શન એવો દાવો કરવામાં આવ્યો કે સિદ્ધુએ એક નીવેદનમાં જણાવ્યું જો ભારત 2027નો વર્લ્ડ કપ જીતવા ઈચ્છે છે, તો BCCI એ અજિત અગરકર અને ગૌતમ ગંભીરને શક્ય તેટલી વહેલી તકે હટાવવા જોઈએ અને રોહિત શર્માને સંપૂર્ણ સન્માન સાથે ફરીથી કેપ્ટનશીપ સોંપવી જોઈએ.
સિદ્ધુએ સ્પષ્ટતા કરી:
આ પોસ્ટ X પર ઝડપથી વાયરલ થઇ હતી, ઘણા યુઝર્સ કમેન્ટ સેક્શનમાં ચર્ચા કરી રહ્યા છે. નવજોત સિંહ સિદ્ધુએ સ્પષ્ટતા કરતા કહ્યું, “મેં ક્યારેય એવું કહ્યું નથી, ફેક ન્યુઝ ના ફેલાવશો, મેં આવી ક્યારેય કલ્પના પણ નથી કરી. ફેક ન્યુઝ ફેલાવનારને શરમ આવવી જોઈએ.”
આપણ વાંચો: ઓસ્ટ્રેલિયા સામે વન-ડે કુલદીપને સ્થાન ન મળતા ભડક્યો અશ્વિન, જુઓ શું કહ્યું?