મનોરંજનસ્પોર્ટસ

ડિવોર્સ બાદ નતાશાએ આ પોસ્ટથી હાર્દિક પર નિશાન સાધ્યું

હાર્દિક પંડ્યાથી છૂટાછેડાની જાહેરાત કર્યા પછી, નતાશા તેના પુત્ર સાથે સમય વિતાવી રહી છે. છૂટાછેડાની જાહેરાત કરતા પહેલા જ નતાશા પુત્ર અગસ્ત્ય સાથે સર્બિયા જતી રહી હતી. હાલમાં નતાશા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ જોવા મળે છે.

પોતાના પુત્ર નતાશા સાથે સર્બિયામાં મસ્તી કરતી વખતે નતાશાએ તેના ઈન્સ્ટાગ્રામ પર ઘણા ફોટા અને વીડિયો શેર કર્યા હતા. આજે નતાશાએ છૂટાછેડા પછી તેની ઇન્સ્ટા સ્ટોરી શેર કરી અને બાળકો સાથે કેવી રીતે વર્તવું તે અંગે એક સંદેશ શેર કર્યો છે. નતાશાની આ પોસ્ટ જોઈને ચાહકો અનુમાન લગાવવાનો પ્રયાસ કરી રહ્યા છે કે શું નતાશા હાર્દિક પંડ્યાને કોઈ પ્રકારનો ટોણો મારી રહી છે?

આ પણ વાંચો: Hardik Pandya and Natasa Stankovicના છુટાછેડા એ પબ્લિસિટી સ્ટન્ટ? જાણો કોણે કર્યો આવો દાવો?

પોતાની ઈન્સ્ટા સ્ટોરી પર એક મેસેજ શેર કરતા નતાશાએ કહ્યું, ‘તમારા બાળક સાથે કઠોર બનવાની કોઈ જરૂર નથી કારણ કે આ દુનિયા પોતે જ એક કઠોર જગ્યા છે. પ્રેમ એટલો કઠોર નથી, જો કે ભાગ્ય ઘણું કઠોર છે. સત્ય એ છે કે તમે જે બાળકને જન્મ આપો છો તેના માટે તમે વિશ્વ બનો છો અને તેઓ તમને પ્રેમ કરે છે.

નતાશાની આ પોસ્ટ વાંચીને ચાહકો અનુમાન લગાવવાની કોશિશ કરી રહ્યા છે કે શું નતાશા હાર્દિકને નિશાન બનાવી રહી છે. નતાશા હાલમાં તેની માતાના ઘરે રજાઓ માણી રહી છે. બીજી તરફ હાર્દિક પંડ્યાએ શ્રીલંકા પ્રવાસની તૈયારીઓ શરૂ કરી દીધી છે.

કપલે 18 જુલાઈના રોજ સોશિયલ મીડિયા પર તેમના છૂટાછેડાની અફવાઓની પુષ્ટિ કરી હતી. હવે હાર્દિક અને નતાશા અલગ થઈ ગયા છે. જો કે, દંપતીએ અગસ્ત્યને સહ-પેરેન્ટ બનાવવાનું નક્કી કર્યું છે. સહ-પેરેન્ટિંગનો અર્થ છે કે બંને તેમના બાળકને ઉછેરશે. હાર્દિક અને નતાશાના અલગ થવા પાછળનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી પરંતુ બંનેએ છૂટાછેડાના સમાચાર તેમના ફેન્સ સાથે શેર કર્યા હતા.

હાર્દિક પંડ્યાનો દિવસો હાલમાં ખરાબ ચાલી રહ્યા છે. T20 વર્લ્ડ કપ પછી જ્યારે રોહિત શર્માએ ક્રિકેટના સૌથી ટૂંકા ફોર્મેટ, T20માંથી નિવૃત્તિની જાહેરાત કરી, ત્યારે કેપ્ટનશિપની રેસમાં સૌથી આગળ નામ હાર્દિક પંડ્યાનું હતું. બધાને આશા હતી કે પંડ્યા ટીમ ઈન્ડિયાનો આગામી ટી20 કેપ્ટન હશે, પણ હાલમાં હકીકત એ છે કે હાર્દિક પંડ્યા ક્રિકેટના કોઇ પણ ફોર્મેટમાં કેપ્ટન નથી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button