
રાંચી: ભારતીય ક્રિકટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની બાઈક અને કારના શોખીન છે, તેના કલેક્શનમાં ઘણી કિંમતી બાઈક અને કાર છે. રવિવારે મહેન્દ્ર સિંહ ધોની તેમના હોમ ટાઉન રાંચીના રસ્તાઓ પર એક અલગ જ અંદાજમાં જોવા મળ્યો હતો. સામાન્ય રીતે ધોની રાંચીમાં બાઈક ચલાવતો જોવા મળે છે, પણ રવિવારે તે એક વિન્ટેજ રોલ્સ રોયસ ચલાવીને રસ્તા પર નીકળ્યો હતો. ધોની એક ઝલક મેળવવા ચાહકોની ભીડ ઉમટી પડી હતી.
ઝારખંડના રાંચીમાં આવેલા ધોનીના ઘરની બહાર સામાન્ય રીતે રોજ ચાહકોની ભીડ જામેલી જોવા મળે છે. રવિવારે કેટલાક ચાહકો ધોની ઘરની બહાર ઉભા હતાં ત્યારે, ત્યારે મેઈન ગેટ ખુલ્યો અને એક વિન્ટેજ રોલ્સ રોયસ કાર જોવા મળી. પહેલાથી રાહ જોઈ રહેલા ચાહકો તેને જોઈને ઉત્સાહમાં આવી ગયા. તેની સાથે ફોટો પાડવા માટે કેટલાક ચાહકો તેની કાર પાછળ દોડ્યા.
ચાહકોને પોતાની કાર પાછળ દોડતા જોઈને, ધોનીએ કારની ધીમી પડી અને ચાહકોનું અભિવાદન સ્વીકાર્યું અને પછી કાર લઇને ચાલ્યો ગયો. સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં જોઈ શકાય છે કે એક બાળક ધોનીની બ્લુ કલરની કાર સાથે દોડી રહ્યો છે.
એમ એસ ધોનીને બાઇક અને કાર કલેક્ટ કરવાનો શોખ છે, વર્ષ 2023માં ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર વેંકટેશ પ્રસાદે ધોનીના ગેરેજનો વીડિયો શેર કર્યો હતો. ધોની પાસે કાવાસાકી નિન્જા, ડુકાટી, હાર્લી ડેવિડસન સહીત ઓછામાં ઓછી 70 બાઇક અને 15 લક્ઝરી અને વિન્ટેજ કાર છે.
આ પણ વાંચો…એમ એસ ધોનીએ ડ્રેસિંગ રૂમના રહસ્યો ખોલ્યા, કહ્યું, ‘વિરાટ કોહલી મૂડમાં હોય ત્યારે….’