એમ એસ ધોનીએ ડ્રેસિંગ રૂમના રહસ્યો ખોલ્યા, કહ્યું, ‘વિરાટ કોહલી મૂડમાં હોય ત્યારે….’

ચેન્નઈ: ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નીવૃતી બાદ ભારતીય ક્રિકેટ ટીમનો પૂર્વ દિગ્ગજ ખેલાડી એમએસ ધોની હાલ ઇન્ડિયન પ્રીમિયર લીગ(IPL)માં જ રમી રહ્યો છે. એમએસ ધોની લોક ચાહના હજુ પણ અક બંધ છે, તેને રમતો જોવા માટે સ્ટેડિયમમાં દર્શકોની ભીડ ઉમટી પડે છે. તાજેતરમાં એક ઈન્ટરવ્યુંમાં એમ એસ ધોનીએ ટીમના ડ્રેસિંગ રૂમના વાતાવરણ અંગે વાત કરી હતી. એમ એસ ધોનીને જ્યારે વિરાટ કોહલી વિશે પૂછવામાં આવ્યું, ત્યારે તેમણે નિખાલસતાથી જવાબ આપ્યો.
એમએસ ધોની ચેન્નઈમાં આયોજિત એક કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ દરમિયાનના વાયરલ થઇ રહેલા એક વીડિયો જોવા મળે છે કે ધોની સ્ટેજ પર બેઠો છે અને તેને વિરાટ કોહલી વિશે પૂછવામાં આવે છે. ધોનીએ કહ્યું, “તે ખૂબ સારું ગાય છે, તે એક સારો ગાયક છે. તે ખૂબ જ સારો ડાન્સર પણ છે. તે ખૂબ જ સારી રીતે મીમીક્રી પણ કરે છે. જ્યારે તે મૂડમાં હોય છે, ત્યારે તે સારો એન્ટરટેનર હોય છે.”
નોંધનીય છે કે વિરાટ કોહલી અને એમએસ ધોની ભારત માટે વર્ષો સુધી ક્રિકેટ રમતા રહ્યા. એમએસ ધોની બાદ વિરાટે ત્રણેય ફોર્મેટમાં ભારતીય ટીમની કેપ્ટનશીપ સંભાળી હતી, હાલ વિરાટે T20I અને ટેસ્ટમાંથી નિવૃત્તિ લઇ લીધી છે.
ચેન્નઈમાં યોજાયેલી એ જ ઇવેન્ટનો એમએસ ધોનીને IPLમાંથી નિવૃત્તિ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું કે તેને હાલમાં કોઈ ઉતાવળ નથી. ધોનીએ કહ્યું, “હું આગામી 15 થી 20 વર્ષ સુધી પીળી જર્સી (CSK જર્સી કલર) પહેરીશ, પછી ભલે હું રમું કે ન રમું.”
આપણ વાંચો: ચહલના ટી-શર્ટ મેસેજ પર એક્સ વાઈફે આપ્યો જવાબ! જાણો શું લખ્યું…