ક્રિકેટર મોહમ્મદ શમીને હાઈકોર્ટનો આદેશ, પત્ની હસીન અને પુત્રીને ભરણ પોષણની રકમ વધારી…

કલકત્તા: મોહમ્મદ શમી અને હસીન જહાં વચ્ચે લાંબા સમયથી ડાયવોર્સ કેસ ચાલી રહ્યો છે. હસીન જહાં શમી પર ઘરેલું હિસાં સહિતના ઘણા આોપ લગાવ્યા હતા. 2023 હસીનાએ સેશન કોર્ટને પડકારતી અરજી હાઈકોર્ટમાં કરી હતી. જ્યારે હવે આ કેસમાં મંગળવારે શમીને કલકત્તા હાઈકોર્ટે મોટો આદેશ આપ્યો છે. કોર્ટે શમીને તેમની અલગ રહેતી પત્ની હસીન જહાં અને તેમની પુત્રીને દર મહિને ભરણ પોષણ માટે 4 લાખ રૂપિયા આપવાનો નિર્દેશ કર્યો છે. આ નિર્ણય મંગળવારે જાહેર કરવામાં આવ્યો હતો.
કોર્ટનો નિર્ણય
કલકત્તા હાઈકોર્ટે આદેશ આપ્યો કે શમીએ હસીન જહાંને દર મહિને 1,50,000 રૂપિયા અને તેમની પુત્રીને 2,50,000 રૂપિયા ભરણ પોષણ તરીકે ચૂકવવા પડશે. આ રકમ મુખ્ય અરજીના નિર્ણય સુધી ચાલુ રહેશે. કોર્ટે એમ પણ જણાવ્યું કે શમી પોતાની પુત્રીના શિક્ષણ અને અન્ય જરૂરી ખર્ચ માટે સ્વૈચ્છિક રીતે વધારાની મદદ કરી શકે છે. ઉલ્લેખનીય છે કે આ અગાઉ હસીનાએ સેશન કોર્ટમાં અપીલ કરી હતી, જે બાદ તેના નિર્ણયને પડકારતી અરજી હાઈકોર્ટમાં કરવામાં આવી હતી.
જિલ્લા અદાલતનો આદેશ
આ પહેલાં 2023માં જિલ્લા સત્ર અદાલતે શમીને હસીનને 50,000 રૂપિયા અને તેમની પુત્રીને 80,000 રૂપિયા દર મહિને ચૂકવવાનો આદેશ આપ્યો હતો. હસીને આ નિર્ણયને ઓછો ગણાવી હાઈકોર્ટમાં અપીલ કરી હતી, જેના પગલે હાઈકોર્ટે ભરણ પોષણની રકમમાં વધારો કર્યો છે.
માર્ચ 2018માં હસીન જહાંએ શમી પર ઘરેલું હિંસા, અન્ય સ્ત્રીઓ સાથે સંબંધ અને મેચ ફિક્સિંગના આરોપો લગાવી પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જોકે, આ આરોપો હજુ સુધી સાબિત થયા નથી. શમીએ આ આરોપોને નકારી કાઢ્યા અને તેને પોતાની અને પરિવાર સામેનું ષડયંત્ર ગણાવ્યું. ઉલ્લેખનીય છે કે, હસીન અને શમી હાલ અલગ રહે છે, અને તેમનો ડાયવોર્સનો કેસ ચાલી રહ્યો છે.
આ પણ વાંચો : મોહમ્મદ શમીએ ફાર્મ હાઉસમાં આ શું કર્યું? ચાહકોને વિચારતા કરી દીધા…