પાકિસ્તાની ખેલાડીઓનો ક્લાસ લગાવશે મોહમદ શમી, જુઓ વીડિયો
T-20I ટ્રોફી જીત્યા બાદ ભારતીય ટીમની ચારે બાજુ વાહવાહી થઇ રહી છે, પણ ભારતની વાહવાહીથી પાકિસ્તાનને ઇર્ષ્યા થઇ રહી છે અને તેઓ અવારનવાર ભારતીય બોલરો પર ઘણો કટાક્ષ કરી રહ્યા છે. શમીના રિવર્સ સ્વિંગ પર પણ સવાલ ઉઠાવવામાં આવી રહ્યાછે.
હાલમાં જ ભારતીય ટીમના સ્ટાર બોલર મોહમદ શમીને એક ઇન્ટરવ્યુમાં આ અંગે સવાલ કરવામાં આવ્યો ત્યારે તેમણે પાકિસ્તાનીઓને જડબાતોડ જવાબ આપ્યો હતો અને ઇન્ટરવ્યુ લેનાર વ્યક્તિને જણાવ્યું હતું કે, જો તમે ત્યાં (પાકિસ્તાન) જાઓ તો તેમને જણાવજો કે રિવર્સ સ્વિંગ કેવી રીતે થાય છે.
આ પણ વાંચો: વોટિંગ વખતે પીએમ મોદીને કેમ યાદ આવ્યો મોહમદ શમી… બધે થઈ રહી છે ચર્ચા
શમીએ એ પણ જણાવ્યું કે વર્લ્ડ કપ 2023માં તેણે કયો બોલ ફેંક્યો હતો. તેણે તે બધા બોલ પોતાની પાસે રાખ્યા છે. તેણે કહ્યું હતું કે, ‘ત્યાં હું પંચાયતમાં બધાની સામે બોલ મૂકીશ અને લોકોને પૂછીશ કે કયો બોલ કાપવો. પછી તેઓ ત્યાંથી તપાસ કરશે.
2025માં ચેમ્પિયન્સ ટ્રોફી છે, જે પાકિસ્તાનમાં રમાવાની છે. ભારતીય ટીમ પાકિસ્તાનમાં તેમની મેચો રમશે કે નહીં એ હજી નક્કી નથી.