વર્લ્ડકપ વિજેતા ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટનને કેન્સર થયું! સોશિયલ મીડિયા પર ફોટો શેર કર્યો...
સ્પોર્ટસ

વર્લ્ડકપ વિજેતા ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટનને કેન્સર થયું! સોશિયલ મીડિયા પર ફોટો શેર કર્યો…

મેલબોર્ન: ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમના પૂર્વ દિગ્ગજ ખેલાડી અને કેપ્ટન માઈકલ ક્લાર્કે એક ચિંતાજનક સમાચાર શેર કર્યા છે. માઈકલ ક્લાર્કે સોશિયલ મીડિયા પોસ્ટ પર જાહેરાત કરી કે તે કેન્સરની બીમારીથી પીડાઈ (Michael Clarke suffering from cancer) રહ્યો છે, હાલમાં તેની સર્જરી કરવામાં આવી છે.

આ સાથે તેણે લોકોને સ્વાસ્થ્યનું ધ્યાન રાખવા અને સાવચેતી જાળવવા અપીલ કરી છે.

નોંધનીય છે કે માઈકલ ક્લાર્કે ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ખુબ જ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. તેની કેપ્ટનશીપ હેઠળ ઓસ્ટ્રેલિયન ટીમ ODI વર્લ્ડ કપ 2015 ચેમ્પિયન બની હતી.

લોકોને કરી આવી અપીલ:
સોશિયલ મીડિયા અપર માઈકલ ક્લાર્કે જણાવ્યું કે તેને સ્કીન કેન્સર થયું હતું, જેનું નિદાન કરવામાં આવ્યું છે. પોસ્ટમાં કલાર્કે કહ્યું કે દરેકે નિયમિતપણે પોતાના સ્વાસ્થ્યનું ચેક અપ કરાવતા રહેવું જોઈએ. તેમણે કહ્યું છે કે સ્કીનનું કેન્સર એક મોટી બીમારી છે, ખાસ કરીને ઓસ્ટ્રેલિયામાં તો છે.

કલાર્કે કહ્યું કે તેમના નાકમાંથી બીજું કેન્સર દૂર કરવામાં આવ્યું છે. તેમણે સલાહ આપી છે કે ઉપચાર કરતાં નિવારણ વધુ સારું છે. આ કિસ્સામાં, વહેલાસર તપાસ ખૂબ જ મહત્વપૂર્ણ છે.

આ પણ વાંચો…Yuvraj Singh વર્લ્ડ કપ દરમ્યાન કેન્સરથી મરી જાત તો ગર્વ થાત, પિતાએ આપ્યું ચોંકાવનારું નિવેદન…

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ક્લાર્કની કારકિર્દી:
માઈકલ ક્લાર્કે રમેલી 115 ટેસ્ટ મેચની 198 ઇનિંગ્સમાં તેને 8643 રન બનાવ્યા છે, જેમાં 28 સદી અને 27 અડધી સદીનો સમાવેશ થાય છે. તેણે ટેસ્ટ ક્રિકેટમાં ત્રેવડી સદી પણ ફટકારી છે.

કલાર્કે 245 ODI મેચ રમી છે જેમાં તેણે 7981 રન બનાવ્યા છે, જેમાં આઠ સદી અને 58 અડધી સદી ફટકારી છે.

ક્લાર્ક બે ICC વર્લ્ડ કપ વિજેતા ઓસ્ટ્રેલીયન ટીમનો ભાગ રહ્યો છે. તે ODI વર્લ્ડકપ 2015ની વિજેતા ટીમનો કેપ્ટન હતો. જ્યારે ODI વર્લ્ડ કપ 2007 વિજેતા ટીમનો ખેલાડી હતો.

કલાર્કે 34 T20I મેચ રમી છે તેમાં તેણે 488 રન બનાવ્યા છે.

આ પણ વાંચો…‘વિરાટ માટે હું ટીમ મેનેજમેન્ટ સાથે લડવા તૈયાર…’ આ ઓસ્ટ્રેલિયન ખેલાડીએ વિરાટનો બચાવ કર્યો

Savan Zalariya

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.

સંબંધિત લેખો

Back to top button