મેજર લીગમાં બહુચર્ચિત મેસી અને માયામી ટીમનું શું પરિણામ આવ્યું જાણો છો?
ફોર્ટ લૉડરડેલઃ લિયોનેલ મેસી અને ઇન્ટર માયામી ટીમે મેજર લીગ સૉકર (એમએલએસ) કપમાંથી બહાર થઈ જવું પડ્યું છે, કારણકે શનિવારે પ્લે-ઑફના પ્રથમ રાઉન્ડમાં જ ઍટલાન્ટા યુનાઇટેડ સામે માયામીની ટીમનો 2-3થી પરાજય થતાં માયામી ટીમ સ્પર્ધાની બહાર થઈ ગઈ હતી.
મેસી માટે અને ખાસ કરીને માયામીની ટીમ માટે આ બહુ મોટો આંચકો છે. એક તો આ ટીમમાં મેસી હોવાથી મહિનાઓથી ટીમ ચર્ચામાં હતી અને ડેવિડ બેકહૅમની સહ-માલિકીવાળી આ ટીમે કરોડો રૂપિયાનો ખર્ચ પણ કર્યો હતો. એ જોતાં આ ટીમના અસંખ્ય ચાહકો માટે પણ આ મોટો અપસેટ છે.
આપણ વાંચો: મેસી પહેલી જ પ્લે-ઑફમાં ગોલ ન કરી શક્યો એમ છતાં ઇન્ટર માયામીની ટીમ…
યુનાઇટેડ વતી ત્રણમાંથી બે ગોલ જમાલ ટિઍરે કર્યા હતા. બન્ને ટીમ 2-2ની બરાબરીમાં રહ્યા બાદ 76મી મિનિટમાં બાટાર્ૅઝ સ્લિઝે હેડરથી ગોલ કરીને યુનાઇટેડને રોમાંચક અને યાદગાર વિજય અપાવ્યો હતો.
માયામી વતી મૅટિયાસ રૉયાસે 17મી મિનિટમાં અને મેસીએ (હેડરથી) 65મી મિનિટમાં ગોલ કર્યો હતો, પરંતુ એ પછી મેસીનું યુનાઇટેના ડિફેન્ડર્સ સામે કંઈ નહોતું ચાલ્યું.
યુનાઇટેડે એવી ટીમ સામે વિજય મેળવ્યો જેનો મુખ્ય ખેલાડી (મેસી) વર્લ્ડ ચૅમ્પિયન આર્જેન્ટિનાનો કૅપ્ટન છે.