સ્પોર્ટસ

મેલબર્નમાં ભારત-ઑસ્ટ્રેલિયા ટેસ્ટ કરતાં ભારત-પાકિસ્તાન ટી-20માં વધુ પ્રેક્ષકો!

સૌથી જૂના ક્રિકેટ સ્ટેડિયમમાં બૅ્રડમૅનવાળી છ દિવસીય ટેસ્ટના સમયનો પ્રેક્ષકોની સંખ્યાનો વિક્રમ સોમવારે તૂટ્યો

મેલબર્નઃ 1877માં સૌથી પહેલી ટેસ્ટ-મૅચ મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ (એમસીજી) પર રમાઈ હતી અને સોમવારે ભારત એક તરફ એ મેદાન પર બૉક્સિંગ-ડે ટેસ્ટના વિજયની હૅટ-ટ્રિક નોંધાવવામાં નિષ્ફળ રહ્યું ત્યાં બીજી તરફ આ સ્ટેડિયમમાં એક ટેસ્ટના પાંચ દિવસ દરમ્યાન આવેલા કુલ પ્રેક્ષકોની સંખ્યાનો 87 વર્ષ જૂનો રેકૉર્ડ તૂટ્યો હતો.

ઉલ્લેખનીય છે કે આ ઐતિહાસિક સ્ટેડિયમમાં (એક દિવસના પ્રેક્ષકોની સંખ્યા અનુસાર જોઈએ તો…) ભારત-ઑસ્ટ્રેલિયા કરતાં ભારત-પાકિસ્તાન મૅચ જોવામાં વધુ લોકોએ રસ બતાવ્યો છે.

જાન્યુઆરી 1937માં ડૉન બૅ્રડમૅનના નેતૃત્વમાં ઑસ્ટ્રેલિયાનો ઇંગ્લૅન્ડ સામે જે ટેસ્ટમાં મુકાબલો થયો હતો એ જોવા કુલ મળીને 3,50,534 પ્રેક્ષકો આવ્યા હતા, જ્યારે સોમવારે ઑસ્ટ્રેલિયાના વિજય સાથે પૂરી થયેલી ટેસ્ટ દરમ્યાન કુલ મળીને 3,73,691 પ્રેક્ષકો આવ્યા હતા.

આપણ વાંચો: શુક્રવારથી ભારત-ઑસ્ટ્રેલિયાની પિન્ક બૉલ ડે/નાઇટ ટેસ્ટ-મૅચ…

1937ની બૅ્રડમૅનવાળી ટેસ્ટ છ દિવસની હતી. કુલ સાત દિવસીય ટેસ્ટમાં ત્રીજો દિવસ રેસ્ટ-ડે હતો અને બાકીના છએ છ દિવસે રમત થઈ હતી. બૅ્રડમૅનની ટીમે એ ટેસ્ટ 365 રનથી જીતી લીધી હતી. ત્યારે ગુબી ઍલન ઇંગ્લૅન્ડના કૅપ્ટન હતા.

ભારત-ઑસ્ટ્રેલિયાની સોમવારે પૂરી થયેલી બૉક્સિંગ-ડે ટેસ્ટની વાત પર પાછા આવીએ તો એમાં મેલબર્ન સ્ટેડિયમમાં પહેલા દિવસે 87,242, બીજા દિવસે 85,147, ત્રીજા દિવસે 83,073, ચોથા દિવસે 43,867 અને પાંચમા દિવસે 74,362 પ્રેક્ષકો પ્રત્યક્ષ મૅચ માણવા આવ્યા હતા.

આપણ વાંચો: વાનખેડેમાં ટીમ ઇન્ડિયાનો દબદબો, આટલા વર્ષથી ન્યૂ ઝીલૅન્ડ સામે નથી હારી ટેસ્ટ-મૅચ…

સોમવારે મેલબર્નમાં પ્રેક્ષકો માટે પાર્કિંગની સુવિધા તરીકે યારા પાર્કનો ગેટ (જે ભાગ્યે જ ખોલવામાં આવે છે…) ખોલી નાખવામાં આવ્યો હતો. ભારત-ઑસ્ટ્રેલિયા ટેસ્ટના પાંચમાંથી પ્રથમ દિવસે સૌથી વધુ 87,242 પ્રેક્ષકો આવ્યા હતા.

એની તુલનામાં 2022ના ટી-20 વર્લ્ડ કપ વખતે મેલબર્નમાં ભારત-પાકિસ્તાનનો મુકાબલો જોવા 90,293 પ્રેક્ષકો આવ્યા હતા. એ તો ઠીક, મેલબર્નમાં ભારત-ઝિમ્બાબ્વે મૅચ જોવા 82,507 પ્રેક્ષકો ઊમટી પડ્યા હતા.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button