આ તારીખે યોજાશે WPL 2026 માટે મેગા ઓક્શન; જાણો કઈ ટીમ પાસે કેટલાક પૈસા

મુંબઈ: ઇન્ડિયન પ્રીમિયર લીગ(IPL) 2026 માટે રીટેન્શન અને ખેલાડીઓ અદલાબદલી અંગે ચર્ચા પુરજોશમાં થઇ રહી છે. એવામાં વિમેન્સ પ્રીમિયર લીગ (WPL) ની ચોથી સીઝન શરૂ માટેની તૈયારીઓ પણ શરુ થઇ ગઈ છે, WPL 2026 માટેના મેગા ઓક્શનની સત્તાવાર જાહેર કરવામાં આવી છે.
WPL ના સોશિયલ મીડિયા હેન્ડલ પર એક પોસ્ટર શેર કરવામાં આવ્યું છે, જેમાં 10 દિવસનું કાઉન્ટડાઉન શરુ થઇ ગયું હોવાનું જણાવવામાં આવ્યું છે. કેપ્શનમાં લખવામાં આવ્યું કે 10 બાકી દિવસની વાર છે, #TATAWPL મેગા ઓક્શનનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે”
સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવવામાં આવ્યું કે 27 નવેમ્બરે WPL2026 માટે મેગા ઓક્શન યોજાશે.
Days to Go
— Women's Premier League (WPL) (@wplt20) November 17, 2025
The countdown to #TATAWPL Mega Auction has begun
Catch the #TATAWPLAuction 2026 on November 27 on https://t.co/jP2vYAWukG pic.twitter.com/tQftgx5Zsn
અહેવાલ મુજબ WPL 2026 મેગા ઓક્શનનું આયોજન નવી દિલ્હીમાં કરવામાં આવ્યું છે. WPLની પાંચેય ફ્રેન્ચાઇઝી સારા ખેલાડીઓને પોતાની ટીમમાં સમાવવા પ્રયાસ કરશે. ઓક્શન દરમિયાન નવા અને હાલના ખેલાડીઓ માટે ઊંચી બોલીઓ લાગે તેવી શક્યતા છે.
નિયમ અનુસાર દરેક ફ્રેન્ચાઇઝી વધુમાં વધુ 18 ખેલાડીઓને ટીમમાં રાખી શકે છે. પાંચ ટીમોમાં કુલ 73 સ્લોટ ખાલી છે, જેમાંથી 23 સ્લોટ વિદેશના ખેલાડીઓ માટે છે.
કઈ ટીમ પાસે કેટલા પૈસા બાકી?
WPL ઓક્શનમાં યુપી વોરિયર્સ ખેલાડીઓ પર મોટા દાવ લગાવી શકે છે, કેમ તેના પર્સમાં ₹14.5 કરોડ રૂપિયા બાકી છે, ક્યારે ગુજરાત જાયન્ટ્સ પાસે ₹9 કરોડ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર પાસે ₹6.15 કરોડ, મુંબઈ ઇન્ડિયન્સ પાસે ₹5.75 કરોડ અને દિલ્હી કેપિટલ્સ પાસે ₹5.7 કરોડ રૂપિયા બાકી છે.
WPL ઓક્શન જ્યાં જોવા મળશે?
WPL ઓક્શનનું સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર લાઈવ બ્રોડકાસ્ટીંગ કરવામાં આવશે ,જ્યારે JioHotstar લાઈવ સ્ટ્રીમિંગ થશે. જ્યારે WPLT20.com પર ઓક્શન અંગે અપડેટ્સ મળતી રહેશે.



