સ્પોર્ટસ

UEFA Euro-2024 : ઍમ્બાપ્પેનું નાક તૂટ્યું, યુરો-2024માં માસ્ક પહેરીને રમવું પડશે

ડસેલડૉર્ફ (જર્મની): આગામી જુલાઈ મહિનાની ઑલિમ્પિક ગેમ્સના યજમાન દેશ ફ્રાન્સની ફૂટબૉલ ટીમના મહત્ત્વના ખેલાડી કીલિયાન ઍમ્બાપ્પે (Kylian Mbappe)ને ગંભીર ઈજા થઈ છે જેને કારણે તે જર્મનીમાં ચાલી રહેલી યુઇફા યુરો-2024 સ્પર્ધાની હવે પછીની મૅચોમાં કદાચ માસ્ક પહેરીને રમશે.

ફ્રેન્ચ ફૂટબૉલ ફેડરેશને માહિતી આપી છે કે ઍમ્બાપ્પેએ નાક પર સર્જરી નહીં કરાવવી પડે, પરંતુ તે ફરી ક્યારે રમશે એ હજી નક્કી નથી.

સોમવારે ફ્રાન્સની ઑસ્ટ્રિયા સામેની મૅચ દરમ્યાન ઍમ્બાપ્પેને આ ઈજા થઈ હતી. ઍમ્બાપ્પે હેડરના એક પ્રયાસ દરમ્યાન ઑસ્ટ્રિયાના કેવિન ડૅન્સોના ખભા સાથે ટકરાયો હતો જેમાં ઍમ્બાપ્પેનું નાક તૂટ્યું હતું. તરત જ તેના નાકમાંથી લોહી વહેવા માંડ્યું હતું. તેનું નાક સૂજી ગયું હતું. તેની સફેદ જર્સી પર પણ લોહીના ડાઘ હતા.

ઍમ્બાપ્પેને ઈજા થતાં જ ઑસ્ટ્રિયાના ગોલકીપર પૅટ્રિક પેન્ટ્ઝે તાબડતોબ તબીબી સહાય માટે મેડિકલ ટીમને મેદાન પર આવી જવાનો ઇશારો કર્યો હતો.

આ પણ વાંચો : યુરો ફૂટબૉલમાં યજમાન જર્મનીની ધમાકેદાર શરૂઆત

ઍમ્બાપ્પે યુરો-2024માં વધુ રમશે કે નહીં એ વિશે ફ્રાન્સની ટીમના કોચ ડિડિયર ડેસ્ચૅમ્પ્સ સોમવારે પત્રકારોને સ્પષ્ટપણે કંઈ નહોતા કહી શક્યા.

ઍમ્બાપ્પે ફ્રાન્સનો બેસ્ટ પ્લેયર અને આ ટૂર્નામેન્ટનો બિગેસ્ટ સ્ટાર છે. તે પૅરિસ સેન્ટ-જર્મેઇન (પીએસજી) ટીમ છોડીને રિયલ મૅડ્રિડમાં જોડાયો હોવાથી એ ટીમના મોવડીઓ પણ થોડા ચિંતિત છે.

ફૂટબૉલની દુનિયામાં ક્રિસ્ટિયાનો રોનાલ્ડો અને લિયોનેલ મેસી પછી ઍમ્બાપ્પે જ સૌથી લોકપ્રિય ખેલાડી કહેવાશે એવું અનેક સૉકર-નિષ્ણાતોનું માનવું છે. 2018માં ઍમ્બાપ્પેએ 19 વર્ષની ઉંમરે ફ્રાન્સને ફિફા વર્લ્ડ કપનું ટાઇટલ અપાવ્યું હતું. 2022ના વિશ્ર્વ કપમાં ઍમ્બાપ્પેએ ફ્રાન્સને રનર-અપ બનાવવામાં મોટી ભૂમિકા ભજવી હતી.

સોમવારની મૅચમાં ફ્રાન્સ-ઑસ્ટ્રિયાની મૅચ 0-0થી ડ્રૉમાં પરિણમી હોત. જોકે 38મી મિનિટમાં ઑસ્ટ્રિયાના મૅક્સિમિલાન વૉબરથી ઑન ગોલ થઈ જતાં ફ્રાન્સને 1-0થી આગળ થઈ જવા મળ્યું હતું.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ દેશોના મોહમાં Indian Citizenship કુર્બાન કરી રહ્યા છે ભારતીયો, ટોચ પર છે આ દેશ 1-2 નહીં પૂરા આટલા બાળકોની માતા છે આ Bollywood Actress સારા તેંડુલકરનો આ અનોખો અંદાજ જોઈને કહી ઉઠશો… આ વિટામિનની ઉણપ છે અનિંદ્રાનું સૌથી મોટું કારણ, તમે પણ એનો શિકાર નથીને?