સ્પોર્ટસ

આ ઓસ્ટ્રેલીયન ખેલાડીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી, શરુ કરશે નવી કારકિર્દી

મેલબોર્ન: ઓસ્ટ્રેલિયાના ક્રિકેટર મેથ્યુ વેડે (Matthew Wade)આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દીધું છે, 13 વર્ષની લાંબી કારકિર્દી બાદ મેથ્યુ વેડે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે. વેડે ઓસ્ટ્રેલિયા માટે 200 થી વધુ આંતરરાષ્ટ્રીય મેચો રમ્યા, ખાસ કરીને વેડે વધુ ODI અને T-20 ક્રિકેટમાં વેડે ઓસ્ટ્રેલિયા માટે મહત્વનું યોગદાન આપ્યું છે.

મેથ્યુ વેડે તેની ટેસ્ટ કારકિર્દીમાં 36 મેચ રમી અને 1613 રન બનાવ્યા, જ્યારે ODIમાં તેણે 97 મેચ રમીને 1867 રન બનાવ્યા છે, વેડે વનડેમાં એક સેન્ચ્યુરી અને 11 ફિફ્ટી ફટકારી છે. આ સિવાય ટી-20 ઈન્ટરનેશનલમાં ઓસ્ટ્રેલિયન વિકેટકીપર 92 મેચ રમીને 1202 રન બનાવ્યા છે. વેડે T-20 ઇન્ટરનેશનલમાં 3 ફિફ્ટી ફટકારી હતી.

36 વર્ષીય વેડે ઓસ્ટ્રેલીયા માટે T20 વર્લ્ડ કપની ત્રણ એડીશન રમી છે, T20 વર્લ્ડ કપ 2021માં વાઇસ-કેપ્ટનની ભૂમિકા ભજવી હતી અને ટીમ માટે ટાઇટલ જીતવામાં મહત્વની ભૂમિકા નિભાવી હતી. વેડે તે ટુર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું, તેણે પાકિસ્તાન સામેની રોમાંચક સેમિફાઇનલ જીતમાં માત્ર 17 બોલમાં 41* રન બનાવ્યા હતા, જે તેની કારકિર્દીની શ્રેષ્ઠ ઇનિંગ્સમાંની એક હતી.

આપણ વાંચો: બ્રિટિશ બૅટરનો વર્લ્ડ રેકોર્ડ, 147 વર્ષ ની આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પહેલી વાર…

વેડ હવે તેનું ધ્યાન કોચિંગ તરફ કેન્દ્રિત કરશે. વેડે કહ્યું, “હું સંપૂર્ણ રીતે વાકેફ હતો કે T20 વર્લ્ડ કપ 2024 મારી કારકિર્દીનો છેલ્લો વર્લ્ડ કપ હશે. છેલ્લા કેટલાક વર્ષોથી કોચિંગ પર મારું ધ્યાન છે. મને કેટલીક મોટી તકો આપવામાં આવી છે, જેના માટે હું ખૂબ જ આભારી છું અને ઉત્સાહિત છું.”

વેડે વધુમાં કહ્યું કે “હું ઉનાળાના મહિનાઓમાં BBL (બિગ બૅશ લીગ) અને કેટલીક ફ્રેન્ચાઇઝી લીગ રમવાનું ચાલુ રાખીશ, પરંતુ એક ખેલાડી તરીકેની પ્રતિબદ્ધતાઓને ધ્યાનમાં રાખીને મારા કોચિંગને પણ પ્રાથમિકતા આપીશ. સાથે, હું મારા તમામ ઓસ્ટ્રેલિયન સાથી ખેલાડીઓનો, સ્ટાફ અને કોચનો આભાર માનું છું.”

Back to top button
દિવાળી પર રંગોળીમાં બનાવો આવા શુભ પ્રતિકો ધનતેરસના દિવસે લઈ આવો છોડના પાંચ પાંદડા, આર્થિક તંગી થશે દૂર… ઘર ખરીદવા માટે ભારતમાં સૌથી વધુ પોસાય તેવા શહેરોની યાદી ભારતના ચેમ્પિયન કેપ્ટન સાથે હંમેશા થાય છે આવું

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker