સ્પોર્ટસ

સ્ટીવ સ્મિથને ઓપનર બનાવો, લારાનો 400 રનનો રેકૉર્ડ તોડશે : માઇકલ ક્લાર્ક

ડેવિડ વૉર્નરે ટેસ્ટમાંથી નિવૃત્તિ લીધી હોવાથી હવે ઓપનિંગમાં તેનું સ્થાન ખાલી પડ્યું છે. ઉસમાન ખ્વાજા સાથે ઓપનિંગમાં હવે કોણ રમશે મોટો સવાલ છે. ભૂતપૂર્વ સુકાની રિકી પૉન્ટિંગનું માનવું છે કે કૅમેરન બૅન્ક્રૉફ્ટ હવે વૉર્નરનું સ્થાન લેવા માટે પર્ફેક્ટ છે, પરંતુ બીજા ભૂતપૂર્વ કૅપ્ટન માઇકલ ક્લાર્ક તો કહે છે કે સ્ટીવ સ્મિથને જ ઓપનિંગમાં મોકલી દેવો જોઈએ.

સ્મિથ મોટા ભાગે ચોથા નંબર પર બૅટિંગ કરે છે. ક્લાર્કનું એવું પણ માનવું છે કે ‘જો સ્મિથ ઓપનિંગમાં રમતો થશે તો 12 મહિનામાં તે વિશ્ર્વનો બેસ્ટ ટેસ્ટ-ઓપનર બની જશે. એટલું જ નહીં, બ્રાયન લારાનો 400 રનનો વર્લ્ડ રેકૉર્ડ તોડવાની ક્ષમતા પણ સ્ટીવ સ્મિથમાં છે. તે ટેક્નિકલી સાઉન્ડ પણ છે. બૉલને પારખવાની ગજબની સમજશક્તિ તેનામાં છે. મને લાગે છે કે સ્મિથ ટેસ્ટમાં ઓપનિંગમાં રમવા ખૂબ ઉત્સુક છે.’

સ્મિથે ટેસ્ટમાં જે 9,500 રન બનાવ્યા છે એમાંથી 6000 રન ચોથા નંબર પર રમીને બનાવ્યા છે. એ ક્રમે તેની 61.51ની બૅટિંગ-ઍવરેજ છે. વનડાઉનમાં તેણે માત્ર 11 ઇનિંગ્સમાં 67.08ની સરેરાશે કુલ 1744 રન ખડકી દીધા છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
ભારતની શાન છે આ રેલવે સ્ટેશન, દેશ-વિદેશથી જોવા આવે છે પર્યટકો… આ પેટ્સ ફિલ્મના સ્ટાર્સ કરતા કમ નથી બીજી સપ્ટેમ્બરના શુક્ર કરશે નક્ષત્ર પરિવર્તન, આ રાશિના જાતકો થશે માલામાલ… Vitamin B12ના બેસ્ટ સોર્સ છે આ Fruits, આજથી જ શરુ કરી દો સેવન…