સ્પોર્ટસ

લોર્ડ્સમાં જસપ્રીત બુમરાહની વાપસી: ઇંગ્લેન્ડની થશે કસોટી?

બર્મિંગહમઃ ઇંગ્લેન્ડના મુખ્ય કોચ બ્રેન્ડન મેક્કુલમે જણાવ્યું હતું કે તેમની ટીમ બીજી ટેસ્ટ મેચમાં પાંચેય દિવસ ભારતથી પાછળ હતી અને લોર્ડ્સ ખાતે યોજાનારી ત્રીજી ટેસ્ટ મેચમાં જસપ્રીત બુમરાહના પડકારનો સામનો કરવા માટે તેમને સારી રીતે તૈયાર રહેવાની જરૂર છે. બુમરાહ વર્કલોડ મેનેજમેન્ટ હેઠળ બીજી ટેસ્ટ મેચમાં તેને આરામ આપવામાં આવ્યો હતો, જેમાં ભારતે 336 રનથી જીત મેળવીને પાંચ મેચની શ્રેણી બરાબર કરી હતી.

ત્યાર બાદ ભારતીય કેપ્ટન શુભમન ગિલે પુષ્ટી કરી હતી કે ઝડપી બોલર બુમરાહ આગામી મેચમાં વાપસી કરશે. મીડિયા સાથેની વાતચીતમાં મેક્કુલમે કહ્યું હતું કે આગામી મેચમાં બુમરાહ પરત ફરશે તેવી દરેક શક્યતા છે, તેથી આપણે સારી રીતે તૈયાર રહેવાની જરૂર છે. મને લાગે છે કે ત્યાંની પિચ અહીં કરતાં અલગ હશે, જે અમારા માટે સારી વાત છે.

આ પણ વાંચો: ભારત સામેની હાર બદલ કોચ મૅકલમે ભૂલ સ્વીકારી, કારણ આપતા કહ્યું કે…

તેણે કહ્યું હતું કે, “બીજી ટેસ્ટમાં અમે પાંચેય દિવસ ભારતથી પાછળ હતા. ભારતે શાનદાર પ્રદર્શન કર્યું. શુભમન ગિલ એક મહાન બેટ્સમેન છે અને તેણે આ પિચ પર શાનદાર પ્રદર્શન કર્યું. અમે જે રીતે રમવા માંગતા હતા તે રીતે રમ્યા નહીં અને તેઓ જીતના સંપૂર્ણ હકદાર હતા.

ન્યૂ ઝીલેન્ડના ભૂતપૂર્વ કેપ્ટને સ્વીકાર્યું હતું કે ટોસ જીત્યા પછી ઈંગ્લેન્ડે ભારતને બેટિંગ માટે મોકલવાનો ખોટો નિર્ણય લીધો હતો અને એકંદરે પિચનો પણ ખોટો અંદાજ લગાવ્યો હતો. મને લાગે છે કે જેમ જેમ મેચ આગળ વધતી ગઈ તેમ અમે તે ટોસ પર વિચાર કર્યો અને કહ્યું કે શું અમે કોઈ તક ગુમાવી દીધી હતી. અમને અપેક્ષા નહોતી કે પિચ આટલી સારી રમશે અને તેથી કદાચ અમે થોડો ખોટો નિર્ણય લીધો હશે

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button