સ્પોર્ટસ

પશ્ચિમ બંગાળના રમતગમત પ્રધાન રાજીનામું આપશે; અધિકારીઓ સામે તપાસ…

કોલકાતા: આર્જેન્ટીનાના દિગ્ગજ ફૂટબોલર લિયોનેલ મેસ્સીની GOAT India tour હેઠળ કોલકાતાના સોલ્ટ લેક સ્ટેડિયમ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં અવ્યવસ્થાને કારણે હોબાળો થયો હતો, મેસ્સી માત્ર 20 મિનીટમાં જ કાર્યક્રમ છોડીને જતો રહ્યો હતો. જેને કારણે પશ્ચિમ બંગાળ સરકાર ટીકા હેઠળ આવી છે, હવે પશ્ચિમ બંગાળના રમતગમત પ્રધાન અરૂપ બિસ્વાસે રાજીનામું આપવાની તૈયારી બતાવી છે.

તૃણમુલ કોગ્રના પ્રવક્તા કુણાલ ઘોષે જણાવ્યું અરૂપ બિસ્વાસ રાજીનામું આપવા તૈયાર છે. કુણાલ ઘોષના જણાવ્યા અનુસાર, અરૂપ બિસ્વાસે મુખ્ય પ્રધાન મમતા બેનર્જીને પત્ર લખીને જવાબદારીઓ માંથી મુક્ત કરવાની વિનંતી કરી છે.

અધિકારીઓ સામે કાર્યવાહી:

મેસ્સીના કાર્યક્રમમાં થયેલા હોબાળાને કારણે મામતા બેનર્જીની છબી ખરડાઈ છે, આયોજકો અને અન્ય જવાબદાર લોકો સામે કાર્યવાઈ માટે રાજ્ય સરકાર પર દબાણ વધી રહ્યું છે. રાજ્ય સરકારે ડીરેકટર જનરલ ઓફ પોલિસ રાજીવ કુમાર, વિધાનનગરના કમીશનર ઓફ પોલીસ મુકેશ કુમા, યુવા બાબતો અને રમતગમત વિભાગના મુખ્ય સચિવ રાજેશ કુમાર સિંહાને કારણદર્શક નોટિસ ફટકારી છે.

કાર્યક્રમના દિવસે ફરજો અને જવાબદારીઓમાં બેદરકારી દાખવવા બદલ ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ પોલીસ અનિશ સરકાર સામે ડીપાર્ટમેન્ટલ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

રાજ્યનું રાજકારણ ગરમાયું:

કાર્યક્રમના આયોજનમાં નિષ્ફળતા બદલ મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ માફી માંગી હતી. ભાજપે મમતા બેનર્જી અને TMC સરકાર પર આરોપ લગાવ્યા હતાં. ભાજપે આ ઘટનાને પશ્ચિમ બંગાળ અને ફૂટબોલ બંનેનું અપમાન ગણાવ્યું હતું.

આ પણ વાંચો…મેસી શા માટે ભારતમાં એક્ઝિબિશન મૅચ ન રમ્યો?

Savan Zalariya

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.

સંબંધિત લેખો

Back to top button