કુલદીપ યાદવે અવગણનાનો જવાબ પર્ફોમન્સથી આપ્યો: સિલેક્ટર્સને આપ્યો જવાબ

દિલ્હી: ભારતીય ક્રિકેટ ટીમનો લેફ્ટ આર્મ સ્પિનર કુલદીપ યાદવ હાલ શાનદાર ફોર્મમાં છે. એશિયા કપ 2025 બાદ વેસ્ટ ઇન્ડિઝ સામેની ટેસ્ટ મેચમાં તે ટીમ માટે મહત્વની ભૂમિકા ભજવી રહ્યો છે. બીજી ટેસ્ટની પહેલી ઇનિંગમાં કુલદીપે વેસ્ટ ઇન્ડિઝની પાંચ લીધી હતી. ત્યારે એવી ચર્ચા થઇ રહી છે કે વર્ષોથી કુલદીપની અવગણના કરવામાં આવી છે.
કુલદીપે માર્ચ 2017 માં ટેસ્ટ ફોર્મેટમાં ડેબ્યૂ કર્યું હતું, ત્યાર બાદ આઠ વર્ષથી વધુ સમયમાં કુલદીપને 15 ટેસ્ટ મેચ રમાવાની તક આપવામાં આવી હતી. તાજેતરના ઈંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન પાંચ ટેસ્ટ મેચની સિરીઝમાં પણ કુલદીપ યાદવને એક પણ મેચમાં રમવાની તક આપવામાં આવી ન હતી. વનડે અને ટી20 ઇન્ટરનેશનલ મેચોમાં પણ તેનું સ્થાન અનિશ્ચિત રહ્યું છે. પરંતુ કુલદીપે તેના સારું પ્રદર્શન કરીને પોતાની છાપ છોડી છે.
તાજેતરમાં સમાપ્ત થયેલાએશિયા કપ 2025માં કુલદીપ યાદવ સૌથી વધુ વિકેટ લેનારો બોલર રહ્યો હતો, પાકિસ્તાન સામેની ફાઈનલ મેચ જીતમાં પણ તેણે મુખ્ય ભૂમિકા ભજવી હતી. એશિયા કપ 2025મા કુલદીપે સાત મેચમાં 9.29 ની એવરેજથી 17 વિકેટ લીધી.
ટેસ્ટમાં પ્રતિભા દર્શાવી:
હવે કુલદીપ યાદવને જ્યારે ટેસ્ટ મેચમાં તક આપવામાં આવી છે, ત્યારે તેણે પોતાની પોતાની પ્રતિભા સાબિત કરી છે. દિલ્હીમાં રમાઈ રહેલી ટેસ્ટ મેચમાં પણ કુલદીપે ઘટક બોલિંગ કરી છે. કુલદીપ યાદવે પ્રથમ ઇનિંગમાં પાંચ વિકેટ લીધી, ટેસ્ટ ક્રિકેટમાં તેની પંચમી વખત પાંચ વિકેટ હતી.
ટેસ્ટ મેચની એક ઇનિંગમાં પાંચ કે તેથી વધુ વિકેટ લેનારો કુલદીપ બીજો લેફ્ટ હેન્ડ સ્પિનર છે. કુલદીપે ઇંગ્લેન્ડના સ્પિનર જોની વોર્ડલ સાથે સ્થાન મેળવ્યું છે. કુલદીપે દક્ષિણ આફ્રિકાના ભૂતપૂર્વ સ્પિનર પોલ એડમ્સને પાછળ છોડી દીધો, તેણે એક ટેસ્ટ ઇનિંગમાં ચાર વાર પાંચ વિકેટ લીધી હતી.
હવે અવગણના નહીં થઇ શકે:
ત્રણેય ફોર્મેટ મળીને કુલદીપ યાદવે અત્યાર સુધીમાં કુલ 335 વિકેટ લીધી છે. કુલદીપે ODI ક્રિકેટમાં બે વાર હેટ્રિક લીધી છે. કુલદીપ યાદવ T20 વર્લ્ડ કપ 2024 અને ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની વિજેતા ભારતીય ટીમનો ભાગ રહી ચુક્યો છે. કુલદીપ યાદવે હવે તેની પ્રતિભા સાબિત કરી છે, ત્યારે સિલેક્ટર્સ હવે તેને વધુ અવગણી નહીં શકે.
આપણ વાંચો: શુભમન ગિલ ‘ઓવર કોન્ફિડન્સ’માં આવી ગયો! વેસ્ટ ઇન્ડિઝ સામેની બીજી ટેસ્ટમાં આ બે નિર્ણયોની ટીકા…