સ્પોર્ટસ

એશિયા કપમાં કોહલીએ રચ્યો આ ઇતિહાસ

રાહુલની તોફાની બેટિંગ, પાકિસ્તાન માટે કપરા ચઢાણ

કોલંબોઃ એશિયા કપમાં સુપર ફોરમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચમાં વરસાદ વિલન બન્યા પછી મેચને રોકી દેવામાં આવી હતી. અહીંના પ્રેમદાશા સ્ટેડિયમમાં ફરીથી મેચ શરુ કરવામાં આવી હતા, જેમાં ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ કેપ્ટન વિરાટ કોહલી અને કેએલ રાહુલ તોફાની બેટિંગ કરી હતી. કેએલ રાહુલ અને વિરાટ કોહલીએ પાકિસ્તાની બોલરની ધુલાઈ કરીને બંનેએ શાનદાર સદી ફટકારીને જીતવા માટે પાકિસ્તાનને પડકારોજનક સ્કોર આપ્યો હતો.

આજની મેચમાં કોહલીએ સદી ફટકારીને નવો ઈતિહાસ રચ્યો છે. કોહલીએ ODI ક્રિકેટમાં પોતાની 47મી સદી ફટકારી હતી. દરમિયાન વિરાટ કોહલીએ 13000 રન પણ પૂરા કરી લીધા છે. વિરાટ કોહલીએ વનડેમાં સૌથી ઓછી ઇનિંગ્સમાં 13000 રન પૂરા કર્યા છે. સચિન તેંડુલકરે વનડે ઈન્ટરનેશનલમાં 13,000 રન બનાવનાર પાંચમો બેટસમેન હતો. સચિને 321 ઈનિંગમાં 13,000 રન પૂરા કર્યા હતા. વિરાટે 267 વનડેમાં 13,000 રન બનાવ્યા છે. સચિને પણ પાકિસ્તાનની સામે 13,000 રન પૂરા કર્યા હતા. રાવલપિંડીમાં 330મી મેચમાં 321 ઈનિંગમાં સચિને 141 રનની આક્રમક ઈનિંગ રમ્યો હતો.

કેએલ રાહુલે વનડેની કારકિર્દીની છઠ્ઠી સદી ફટકારી છે. કેએલ રાહુલે પોતાની વિસ્ફોટક બેટિંગથી કોલંબોમાં હલચલ મચાવી દીધી હતી. ટીમ ઈન્ડિયાના બેટ્સમેન કેએલ રાહુલે 6 મહિના બાદ વન ડે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં વાપસી કરતા આ મોટો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. કેએલ રાહુલે પાકિસ્તાન સામે એશિયા કપ 2023ની સુપર-4 મેચમાં સદી ફટકારીને મોટી સિદ્ધિ હાંસલ કરી છે.

આજે 50 ઓવરના અંતે ભારતે બે વિકેટ ગુમાવીને 356 રન બનાવ્યા છે, જ્યારે જીતવા માટે પાકિસ્તાનને 357 રનનો વિશાળ લક્ષ્યાંક આપ્યો છે. ગઈકાલે રોહિત શર્મા અને શુભમન ગિલે શરુઆત શાનદાર ભારતીય ટીમને કરાવી હતી. બંને વચ્ચે 121 રનની ભાગીદારી રમત નોંધાઈ હતી. ત્યારબાદ આજની મેચમાં વિરાટ કોહલીએ 94 બોલમાં 122 રનની ઇનિંગ રમીનો નવો ઈતિહાસ સર્જયો હતો.

વિરાટની ઇનિંગમાં 9 ચોગ્ગા અને ત્રણ છગ્ગાનો સમાવેશ થાય છે. કેએલ રાહુલે 111 રન બનાવ્યા હતા. પાકિસ્તાન તરફથી શાદાબ અને શાહીન આફ્રિદીએ ગઈકાલે એક-એક વિકેટ લીધી હતી. જોકે, આજે એક પણ બોલર ઝળક્યાં નહોતો. ઇફ્તિખાર અહેમદ, શાહીદ અફ્રિદી, શાદાબ ખાન અને ફહીમ અશરફ સહિતના મહત્વના પાકિસ્તાની બોલર્સની ધુલાઈ કરવામાં આવી હતી. સૌથી વધુ ઈફ્તિખારે 5 ઓવરમાં જ 46 રન આપ્યા હતા. શાદાબ ખાને 10 ઓવરમાં 71 રન આપ્યા હતા. આમ પાકિસ્તાનના દરેક બોલરને રોહિત, ગિલ, કોહલી અને રાહુલે પણ ધોઈ નાખ્યા હતા.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button