મનુ ભાકર એશિયન શૂટિંગ ચેમ્પિયનશીપમાં ચોથા સ્થાનેઃ જૂનિયર મહિલાઓ મારી બાજી

શિમકેન્ટ (કઝાકિસ્તાન): બે ઓલિમ્પિક મેડલ જીતનાર ભારતીય મહિલા શૂટર મનુ ભાકર સોમવારે એશિયન શૂટિંગ ચેમ્પિયનશિપમાં મહિલાઓની 25 મીટર પિસ્તોલ ઇવેન્ટમાં ચોથા સ્થાને રહી, જ્યારે ભારતીયોએ જૂનિયર કેટેગરીમાં પ્રભુત્વ મેળવ્યું હતું.
ભારતની ઇશા સિંહ આઠ મહિલાઓની ફાઇનલમાં છઠ્ઠા સ્થાને રહી હતી. મનુએ 25નો સ્કોર કર્યો હતો અને ત્રીજા સ્થાને રહેલી વિયેતનામની તુ વિન્હ ત્રિન્હથી ચાર પોઇન્ટ પાછળ રહી હતી.
આપણ વાંચો: હવે મનુ ભાકરે Rohit Sharmaની ફિટનેસને લઈને કહી એવી વાત તે…
મહિલા જૂનિયર 25 મીટર પિસ્તોલ ફાઇનલમાં ભારતની પાયલ ખત્રીએ 36 સ્કોર સાથે ગોલ્ડ મેડલ જીત્યો, જ્યારે નામ્યા કપૂર (30) એ સિલ્વર અને તેજસ્વિની (27) એ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આ ત્રણેય ખેલાડીઓએ ટીમ કેટેગરીમાં 1700 પોઈન્ટ સાથે સિલ્વર મેડલ પણ જીત્યો હતો. કોરિયાએ ગોલ્ડ અને કઝાકિસ્તાને બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો.
નામ્યા અને તેજસ્વીની ક્વોલિફિકેશનમાં પહેલા બે સ્થાન પર હતા જ્યારે પાયલ છઠ્ઠા સ્થાને હતી. અગાઉ સિનિયર કેટેગરીમાં ચીનની યુયુ ઝાંગે ગોલ્ડ અને જિયારુઇશુઆન શિયાઓએ સિલ્વર મેડલ જીત્યો હતો.
મનુ, ઈશા અને સિમરનપ્રીત કૌર બ્રારની ભારતીય ખેલાડીઓએ કુલ 1749 સ્કોર સાથે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. તેઓ ચીન અને દક્ષિણ કોરિયાથી પાછળ હતા. ઈશા ક્વોલિફિકેશનમાં ટોચ પર હતી જ્યારે મનુ ચોથા સ્થાને હતી.