છેલ્લા મુકાબલામાં જ્હોન સીનાએ હારીને દિલ જીતી લીધું: જાણો તેની રિટાયરમેન્ટ મેચમાં શું થયું

વોશિંગટન ડીસી: સૌથી વધુ વખત WWE ચેમ્પિયનશિપ જીતનાર રેસલર જ્હોન સીનાએ આજે પોતાના કરિયરની છેલ્લી મેચ રમી છે. આ સાથે તેણે રિટાયરમેન્ટની જાહેરાત કરી છે. જ્હોન સીનાની રિટાયરમેન્ટ મેચ યાદગાર રહી હતી. કારણ કે આ મેચમાં જ્હોન સીનાએ હાર સ્વીકારવા માટે ટૅપ આઉટ કર્યું હતું.
ઓસ્ટ્રિયન રેસલર સાથે થઈ રિટાયરમેન્ટ મેચ
2002માં WWEમાં પગ મૂકનારા જ્હોન સીનાનું કરિયર અત્યંત શાનદાર રહ્યું છે. જ્હોન સીના સૌથી વધુ વખત (17 વાર) WWE ચેમ્પિયનશિપ જીતનાર રેસલર છે. તેણે રેસલિંગ સિવાય હોલીવૂડમાં પણ હાથ અજમાવ્યો છે. સાથોસાથ પુસ્તકો પણ લખ્યા છે.
13 ડિસેમ્બર 2025ના રોજ જ્હોન સીનાનો ઓસ્ટ્રિયન રેસલર ગુન્થર સાથે મુકાબલો થયો હતો. આ જ્હોન સીનાની રિટાયરમેન્ટ મેચ હતી. આ મેચ નિહાળવા માટે કર્ટ એંગલ, માર્ક હેનરી, રોબ વેન ડેમ, મિશેલ મેકૂલ અને ટ્રિશ સ્ટ્રેટસ જેવા WWEના અનેક દિગ્ગજ રેસલર્સ રિંગસાઇડ પર હાજર રહ્યા હતા.
જ્હોન સીનાએ સ્વીકારી હાર
જોકે, છેલ્લી મેચમાં જ્હોન સીનાનો ઓસ્ટ્રિયન રેસલર ગુન્થર સાથે સામનો થયો હતો. જ્હોન સીનાએ પોતાના આઇકોનિક થીમ સોંગ પર એન્ટ્રી કરી હતી. ગુન્થર સાથેના મુકાબલામાં સીનાએ તેના જાણીતા દાવ – ફાઇવ નકલ શફલ અને AA (એટીટ્યૂડ એડજસ્ટમેન્ટ) અજમાવ્યા હતા. પરંતુ આ મેચમાં ગુન્થરે સીનાને સબમિશન હોલ્ડમાં ફસાવીને ટૅપ આઉટ કરવા માટે મજબૂર કર્યો હતો. જ્હોન સીનાના છેલ્લા 20 વર્ષના કેરિયરમાં કદાચ આ પહેલીવાર થયું હશે કે તેણે હાર સ્વીકારવા માટે ટૅપ આઉટ કર્યું હશે.
મારા માટે ગૌરવની વાત છે
મેચ પૂરી થયા બાદ, દિગ્ગજ રેસલર્સે જ્હોન સીનાને તેમના શાનદાર કરિયર બદલ અભિનંદન પાઠવ્યા હતા. ત્યારબાદ એક ભાવુક વિડિયો પેકેજ ચલાવવામાં આવ્યું હતું. વિડીયો પૂરો થયા બાદ જ્હોન સીનાએ પોતાના રેસલિંગ બૂટ્સ રિંગમાં મૂકી દીધા હતા, જે તેમના કેરિયરના સમાપ્તિનું પ્રતીક હતું, અને દર્શકોના પ્રેમનો સ્વીકાર કર્યો હતો. સીનાએ ફેન્સને કહ્યું હતું કે, “આટલા વર્ષો સુધી લોકોને એન્ટરટેઈન કરવા એ મારા માટે ગૌરવની વાત છે.



